JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

રામદેવરાથી દર્શન કરી પરત ફરતા બનાસકાંઠાના શ્રાદ્ધાળુઓને નડ્યો ગમખ્વાર અકસ્માત, એકનું મોત અને બાર ઈજાગ્રસ્ત

રામદેવરાથી દર્શન કરી પરત ફરતા બનાસકાંઠાના શ્રાદ્ધાળુઓને નડ્યો ગમખ્વાર અકસ્માત, એકનું મોત અને બાર ઈજાગ્રસ્ત
રાજસ્થાનના રામદેવરા ખાતે બાબા રામદેવપીરના દર્શન કરીને પરત ફરી રહેલા દાંતીવાડાના નાંદોત્રા ગામના શ્રાદ્ધાળુઓ ભરેલા ટેમ્પોને રોંગ સાઈડમાં આવતી કારે ટક્કર મારતા કરુણ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ચાર ગંભીર સહિત બાર શ્રાદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે.

રાજસ્થાનના પ્રસિદ્ધ યાત્રાધામ રામદેવરા ખાતે બાબા રામદેવપીરના દર્શન કરી પરત ફરી રહેલા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ગામના શ્રાદ્ધાળુઓ ઉપર આફત વરસી હતી. નાંદોત્રા ગામના એક જ પરિવારના સભ્યો અને ગ્રામજનો છોટા હાથી ટેમ્પોમાં સવાર થઈને શ્રદ્ધાપૂર્વક રામદેવરા ગયા હતા અને દર્શન કરીને હર્ષોલ્લાસ સાથે પોતાના વતન પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં સામેથી રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે અને બેફામ ગતિએ આવી રહેલી એક કારના ચાલકે પોતાના વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો અને શ્રાદ્ધાળુઓ ભરેલા ટેમ્પોને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ભીષણ ટક્કર એટલી ખતરનાક હતી કે વાહનમાં સવાર શ્રાદ્ધાળુઓની ચીચીયારીઓથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ક્ષણવારમાં ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો.

અકસ્માતની આ ગંભીર ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત જ બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે એક શ્રાદ્ધાળુનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 12 જેટલા શ્રાદ્ધાળુઓ ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ ટીમ તથા 108 એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. તમામ 12 ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે નજીકની જોધપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વધુ સારવાર અર્થે તેમને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં રીફ્રેશ કરવામાં આવ્યા હતા. હાલમાં પાલનપુરની હોસ્પિટલમાં ચાર ગંભીર દર્દીઓ સહિત તમામ ઘાયલ શ્રાદ્ધાળુઓની કાળજીપૂર્વક સારવાર ચાલી રહી છે.

આ કરુણ માર્ગ અકસ્માતના સમાચાર જેવી નાંદોત્રા ગામ અને આસપાસના પંથકમાં પહોંચ્યા કે તરત જ સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજુ ફરી વળ્યું હતું. ધાર્મિક આસ્થા સાથે હસતા-રમતા યાત્રાએ ગયેલા પરિવાર પર અચાનક આવી પડેલી આ આપત્તિને કારણે સમગ્ર ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. અકસ્માત સર્જનાર બેફામ અને બેજવાબદાર કાર ચાલક સામે રોષની લાગણી ફેલાઈ છે, ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલનનો ગંભીર પ્રશ્ન લોકો સમક્ષ ખડો કર્યો છે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES