JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

સ્તન કેન્સરના નિદાન બાદ પેન્સિલવેલિયાની મહિલાનો મેડિકલ વીમો રદ, કંપનીએ ખોટી માહિતી આપ્યાનો કર્યો દાવો

સ્તન કેન્સરના નિદાન બાદ પેન્સિલવેલિયાની મહિલાનો મેડિકલ વીમો રદ, કંપનીએ ખોટી માહિતી આપ્યાનો કર્યો દાવો
પેન્સિલવેલિયામાં રહેતી જીનેટ મોઝુચ નામના મહિલાએ કેન્સરની સારવાર માટે એડિશનલ વીમો લીધો હતો, પરંતુ કેન્સરનું નિદાન થતાં જ વીમા કંપનીએ અરજીમાં ખોટી માહિતી આપ્યાનું જણાવી તેમનો દાવો ફગાવી દીધો અને પોલિસી રદ કરી નાખી.

અમેરિકાના પિટ્સબર્ગ વિસ્તારમાં રહેતી જીનેટ મોઝુચે ભવિષ્યની અનિશ્ચિતતાઓ સામે રક્ષણ મેળવવા માટે હાર્ટલેન્ડ નેશનલ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી એક સપ્લીમેન્ટલ કેન્સર પોલિસી ખરીદી હતી. આ પોલિસી માટે તે દર મહિને નિયમિતપણે પ્રીમિયમ ભરતી હતી જેથી ગંભીર બિમારીના સમયે આર્થિક મદદ મળી શકે. ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં તેને સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હતું, જેના કારણે તેણે તાત્કાલિક સર્જરી અને રેડિયોથેરાપીની જરૂરિયાત ઊભી થઈ. તેણે પોતાની સારવારના ખર્ચ માટે વીમા કંપની સમક્ષ ક્લેમ દાખલ કર્યો હતો, પરંતુ કંપનીએ મદદ કરવાને બદલે તેની પોલિસી જ રદ કરી દીધી હોવાની ચોંકાવનારી વાત સામે આવી.

વીમા કંપની દ્વારા ક્લેમ ફગાવી દેવાનું કારણ પૂછતાં તેમણે અરજી ફોર્મમાં મેડિકલ માહિતી ખોટી ભરી હોવાનું જણાવ્યું હતું. કંપનીએ દાવો કર્યો હતો કે અરજી કરતી વખતે છેલ્લા બે વર્ષમાં ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી કેન્સર સંબંધિત તપાસ કે મેમોગ્રામ વિશે ખોટી માહિતી આપવામાં આવી છે. કંપનીના રેકોર્ડ મુજબ મોઝુચે અગાઉ કરાવાયેલી તપાસ પૂરી કરી ન હતી. બીજી બાજુ, મોઝુચે સ્પષ્ટતા કરી હતી કે તેને ડૉક્ટર દ્વારા અગાઉ કરાવેલી ટેસ્ટ કે મેમોગ્રામના સમય વિશે કોઈ સ્પષ્ટ ખ્યાલ ન હતો અને તેણે પૂરા વિશ્વાસ સાથે વીમા પત્ર ભર્યો હતો. વીમા કંપની દ્વારા અચાનક પોલિસી રદ કરી દેવાતા તે માનસિક આઘાતમાં સરી પડી છે.

આ સમગ્ર ઘટનાથી નારાજ થયેલી જીનેટ મોઝુચ હવે આ નિર્ણય સામે કાનૂની લડત લડવા અને અપીલ કરવાની તૈયારી કરી રહી છે. તે પોતાના ડૉક્ટરની મદદથી મેમોગ્રામ અને મેડિકલ રિપોર્ટની તારીખો ચકાસી રહી છે જેથી સત્ય બહાર આવી શકે. મોઝુચનું માનવું છે કે માત્ર તેનો જ નહીં પરંતુ કંપની દ્વારા અન્ય ગ્રાહકો સાથે પણ આ પ્રકારે છેતરપિંડી કરવામાં આવી રહી છે કે કેમ તેની તપાસ થવી જોઈએ. આ કિસ્સો હેલ્થ ઇન્શ્યોરન્સ સેક્ટરમાં પોલિસી ધારકો સાથે થતી મનમાની અને અસ્પષ્ટ નિયમો સામે ગંભીર સવાલો ઊભા કરે છે.

આરોગ્ય વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES