આજના ભાગદોડભર્યા યુગમાં બદલાતી જીવનશૈલી અને અનિયમિત ખાવા-પીવાની ટેવોને કારણે પાચનતંત્ર પર માઠી અસર પડે છે, જેમાંથી હરસ, ફીશર અને ભગંદર જેવા રોગો જન્મ લે છે. રાજકોટના જાણીતા પ્રોક્ટોલોજિસ્ટ ડો. એમ. વી. વેકરિયાના જણાવ્યા અનુસાર, હરસ-ફીશરમાં મળત્યાગ વખતે અસહ્ય દુખાવો, બળતરા, રક્તસ્ત્રાવ અને કાયમી કબજિયાત જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગો વ્યક્તિના દૈનિક જીવનને પ્રભાવિત કરે છે અને જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો સ્થિતિ વધુ જટિલ બની શકે છે. શરીરમાં સતત અપચો રહેવો, ગેસ ટ્રબલ અને બેસવામાં તકલીફ થવી એ આ રોગની શરૂઆતની નિશાનીઓ છે.
આ પ્રકારની સમસ્યાઓથી બચવા માટે આહારમાં વિશેષ પરેજી પાળવી અત્યંત જરૂરી છે. રોજિંદા ખોરાકમાં ખીચડી, કઢી, મગનું શાક, તાજું કચુંબર અને હળવા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. જ્યારે કે ફાસ્ટ ફૂડ, તળેલા પદાર્થો, મેંદાની બનાવટો, અથાણાં અને વધુ પડતા મસાલેદાર ભોજનથી સદંતર દૂર રહેવું જોઈએ. ખાસ કરીને કબજિયાતને ક્યારેય હળવાશથી લેવી નહીં અને કોઈપણ ડૉક્ટરી સલાહ વગર કાયમી ધોરણે જુલાબ કે રેચક દવાઓ લેવાનું ટાળવું જોઈએ, કારણ કે તે શરીર માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, ગમે તેવા વ્યસ્ત સંજોગોમાં પણ કુદરતી હાજતના વેગને ક્યારેય રોકવો જોઈએ નહીં.
મળમાર્ગના આ જટિલ દર્દોના નિવારણ માટે આધુનિક તબીબી વિજ્ઞાન અને પ્રાચીન આયુર્વેદનો સમન્વય ખૂબ જ કારગર સાબિત થઈ રહ્યો છે. ડો. એમ. વી. વેકરિયાએ પોતાના ૪૧ વર્ષના વિશાળ અનુભવમાં જાપાનીઝ, જર્મન તેમજ અમેરિકન એડવાન્સ્ડ ટેક્નોલોજી સાથે આયુર્વેદિક ક્ષારસૂત્ર પદ્ધતિનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં ૩૨,૦00 થી વધુ સફળ સર્જરીઓ કરી છે. ઉત્તમ અને સરળ સારવાર દ્વારા લાખો દર્દીઓને નિરામય જીવન પૂરું પાડવાનો તેમનો ઉદ્દેશ્ય રહ્યો છે. તબિયતની યોગ્ય કાળજી, સંતુલિત આહાર અને સમયસરની સારવાર અપનાવીને કોઈપણ વ્યક્તિ આ રોગોથી મુક્તિ મેળવી શકે છે.
