JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કાનૂની ક્રાઈમ

ફૂટબોલર હેરી કેનના મેન્શનની ખરીદીમાં છેતરપિંડી: કોર્ટે ખરીદદાર મહિલાને લાખો પાઉન્ડનું નુકસાન ચૂકવવાનો આદેશ આપ્યો

ફૂટબોલર હેરી કેનના મેન્શનની ખરીદીમાં છેતરપિંડી: કોર્ટે ખરીદદાર મહિલાને લાખો પાઉન્ડનું નુકસાન ચૂકવવાનો આદેશ આપ્યો
બ્રિટનના લંડનમાં પ્રખ્યાત ફૂટબોલર હેરી કેનના કરોડોની કિંમતના મેન્શનની સોદો બે વખત નિષ્ફળ જવા પર હાઈકોર્ટે કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે પ્રોપર્ટી ખરીદવામાં નિષ્ફળ રહેલી મહિલા ખરીદદારને વેચાણકર્તા કંપનીને ભારે નુકસાન અને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

આ સમગ્ર મામલો લંડનના ઉત્તર ભાગમાં આવેલા 'હાઈ ટ્રીઝ' નામના ભવ્ય સાત બેડરૂમના મેન્શન સાથે જોડાયેલો છે, જે અગાઉ ઈંગ્લેન્ડના સ્ટાર ફૂટબોલર હેરી કેન દ્વારા ભાડે રાખવામાં આવ્યો હતો. રિગલ બીએ લિમિટેડ નામના વેચાણકર્તા પાસેથી જું ઝાંગ નામની મહિલાએ આ પ્રોપર્ટી ૧૬.૯ મિલિયન પાઉન્ડમાં ખરીદવા માટે ૨૩ માર્ચ ૨૦૨૨ના રોજ કરાર કર્યો હતો. મહિલાએ કરાર મુજબ પ્રોપર્ટીનો કબજો તો મેળવી લીધો અને પરિવાર સાથે રહેવા પણ લાગી, પરંતુ તે નિર્ધારિત સમયમર્યાદામાં રકમ ચૂકવવામાં બે વખત નિષ્ફળ રહી. પ્રથમ વખતની સમયમર્યાદા ચૂકી જતાં કંપનીએ એગ્રીમેન્ટ રદ કરીને ડિપોઝિટ જપ્ત કરી લીધી હતી, અને ત્યારબાદ ડિપોઝિટની રકમ વધારીને બીજો કરાર કરવામાં આવ્યો હતો, જે પણ નિર્ધારિત તારીખ સુધીમાં પૂરતો થઈ શક્યો નહીં.

બીજી વખત પણ પેમેન્ટ ચૂકવવામાં નિષ્ફળતા મળ્યા બાદ, રિગલ કંપનીએ આ પ્રોપર્ટીને બજારમાં સોથબીઝ અને ડીડીઆરઈ ગ્લોબલ જેવી જાણીતી એજન્સીઓ દ્વારા ૧૬.૫ મિલિયન પાઉન્ડની આસ્કિંગ પ્રાઈસ સાથે ફરીથી વેચાણ માટે મૂકી. તે સમયે લંડનના રિયલ એસ્ટેટ માર્કેટમાં મંદી હોવાને કારણે અને પ્રોપર્ટીની પ્રાઈવસી તથા બનાવટને લઈને ગ્રાહકો તરફથી નબળો પ્રતિસાદ મળ્યો હતો. આખરે લાંબી જહેમત બાદ સપ્ટેમ્બર ૨૦૨૪માં આ ભવ્ય મેન્શન અન્ય એક ખરીદદારને માત્ર ૧૦.૧૫ મિલિયન પાઉન્ડમાં જ વેચવું પડ્યું હતું. મૂળ કરારની ૧૬.૯ મિલિયન પાઉન્ડની કિંમતની સરખામણીએ પ્રોપર્ટી ખૂબ જ ઓછા ભાવે વેચાતા વેચાણકર્તા કંપનીને મોટો આર્થિક ફટકો સહન કરવો પડ્યો હતો, જેના કારણે આ મામલો લંડનની હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.

કોર્ટમાં સુનાવણી દરમિયાન મહિલા ખરીદદારે દલીલ કરી હતી કે કંપનીએ પ્રોપર્ટી ખૂબ જ ઓછા ભાવે વેચી દીધી છે અને તેનું બજાર મૂલ્ય ઊંચું હતું, પરંતુ જજ હાકોને તમામ પુરાવા અને બજારની સ્થિતિની ઝીણવટભરી તપાસ કરી હતી. જજે નોંધ્યું કે કંપનીએ બજાર મુજબ યોગ્ય પ્રયાસો કર્યા હતા અને પ્રોપર્ટી યોગ્ય પ્રક્રિયા દ્વારા જ વેચાઈ હતી. અંતે હાઈકોર્ટે મૂળ કરારની કિંમત અને પુનઃવેચાણની કિંમત વચ્ચેના તફાવતને આધારે કંપનીની દલીલ સ્વીકારી હતી. જજે જપ્ત કરાયેલી ડિપોઝિટ અને ટેક્સ સંબંધિત કપાત બાદ, ખરીદદાર મહિલાને વેચાણકર્તા કંપનીને અંદાજે ૩.૨૨ મિલિયન પાઉન્ડનું મુખ્ય નુકસાન, વ્યાજ અને પ્રોફેશનલ ફી ચૂકવવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે.

કાનૂની ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES