JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનને ધમકી આપનાર ગેંગસ્ટર ગોલ્ડી ધિલ્લોન નીકળ્યો સામાન્ય ચોર

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનને ધમકી આપનાર ગેંગસ્ટર ગોલ્ડી ધિલ્લોન નીકળ્યો સામાન્ય ચોર
લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાથીદારોએ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે કે ગોલ્ડી ધિલ્લોન માત્ર એક સામાન્ય તસ્કત અને ડ્રગ્સ પેડલર છે. જર્મનીમાં તેના પર થયેલા હુમલા અને તેના ગુનાહિત ઇતિહાસને લઈને અંડરવર્લ્ડમાં મોટો ખુલાસો થયો છે.

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને ધમકી આપીને ચર્ચામાં આવેલા ગેંગસ્ટર ગોલ્ડી ધિલ્લોનને લઈને લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. કેનેડાના હેન્ડલર મન્ના બ્રેમ્પ્ટન અને સ્પેનના તેના સાથી મનદીપ દ્વારા સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગોલ્ડી ધિલ્લોન પાસે અમિતાભ બચ્ચન કે તેમના સ્ટાફને નુકસાન પહોંચાડવાની કોઈ ઓકાત જ નથી. આ ગેંગના જણાવ્યા અનુસાર, ગોલ્ડી માત્ર પબ્લિસિટી મેળવવા માટે આવા સસ્તાં પેંતરા રચી રહ્યો છે અને તે અમૃતસરની એક LGBTQ+ ઇન્ફ્લુએન્સર માધ સંધુની હત્યામાં પણ સામેલ રહ્યો છે.

આ ખુલાસામાં એવું પણ સામે આવ્યું છે કે ભૂતકાળમાં જર્મનીની એક રેસ્ટોરન્ટમાં વાસણ સાફ કરનાર ગોલ્ડી ધિલ્લોન અસલમાં પંજાબનો એક નાનો ચોર અને 'ચિટ્ટા' (હેરોઈન) વેચનાર પેડલર છે, જેની સામે ડ્રગ્સ વેપાર અને કેબલ ચોરીના અનેક ગુના નોંધાયેલા છે. ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં જર્મનીમાં લોરેન્સ ગેંગના સભ્યો દ્વારા ગોલ્ડી પર હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં તે માંડ માંડ પોતાનો જીવ બચાવીને ભાગવામાં સફળ રહ્યો હતો. ગેંગના જણાવ્યા મુજબ, હુમલા સમયે મોટા-મોટા દાવા કરનાર ગોલ્ડી પાસે પોતાનું રક્ષણ કરવા માટે માત્ર એક સામાન્ય ચાકુ જ હતું.

લોરેન્સ ગેંગના જૂના સાથીદારોએ એવો પણ દાવો કર્યો છે કે ગોલ્ડી ધિલ્લોનને અંડરવર્લ્ડમાં સ્થાપિત કરવામાં તેમણે જ મદદ કરી હતી અને તેના દ્વારા કેનેડામાં અનેક હત્યાઓ અને ફાયરિંગની ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો. આટલું જ નહીં, ગોલ્ડી પોતાના જ સાથીઓ પાસે અપરાધ કરાવ્યા બાદ પોલીસને બાતમી આપીને તેમની ધરપકડ કરાવતો હોવાથી તેને એક 'પોલીસ ઇન્ફોર્મર' પણ ગણાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આવેલા આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે ગોલ્ડી ધિલ્લોન હવે લોરેન્સ ગેંગથી અલગ થઈ ચૂક્યો છે અને ગેંગ દ્વારા તેને દુનિયાના કોઈપણ ખૂણે સામસામે લડવાની ખુલ્લી ચેતવણી પણ આપવામાં આવી છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES