JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

માણાવદર તાલુકાના 56 ગામોના પડતર પ્રશ્ને ગ્રામજનોના પ્રતીક ઉપવાસ, તંત્ર સામે રોષ

માણાવદર તાલુકાના 56 ગામોના પડતર પ્રશ્ને ગ્રામજનોના પ્રતીક ઉપવાસ, તંત્ર સામે રોષ
માણાવદર તાલુકાના પ્લોટ ફાળવણી અને સ્વચ્છતા સહિતના વિવિધ પ્રશ્નોનો ઉકેલ ન આવતા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા તાલુકા પંચાયત કચેરી સામે પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

માણાવદર તાલુકાના 56 ગામોના લાંબા સમયથી અટવાયેલા પ્રશ્નો અને ગ્રામીણ વિસ્તારોમાં પ્રવર્તતી સ્વચ્છતાની સમસ્યાઓને લઈને સ્થાનિક રહીશોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષ 2022-23 દરમિયાન પણ આ જ મુદ્દાઓને લઈને ગ્રામજનો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા, જે તે સમયે માત્ર 116 પ્લોટ મંજૂર થવાથી સંતોષકારક નિવડ્યા ન હતા. ગ્રામ પંચાયતો સામાન્ય અને ગરીબ વર્ગના લોકોના પ્લોટ જેવા પાયાના પ્રશ્નો પ્રત્યે ઉદાસીન વલણ દાખવી રહી છે અને કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી તેવા ગંભીર આક્ષેપો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કરવામાં આવ્યા છે.

આ મામલે ગત 5 ઓક્ટોબરે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવીને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે જો નિર્ધારિત સમયમર્યાદામાં પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અગાઉ દિવાળીના તહેવારોના કારણે આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હતું, પરંતુ વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા આખરે તારીખ 17 નવેમ્બરથી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેતૃત્વ હેઠળ તાલુકા પંચાયત કચેરી સમક્ષ પ્રતીક ઉપવાસ શરૂ કરવાની ફરજ પડી છે. તાલુકા પ્રમુખ દેવત મગરાના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી તમામ પડતર પ્રશ્નોનું ન્યાયિક અને કાયમી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ પ્રતીક ઉપવાસ અવિરતપણે ચાલુ રહેશે, જેને કોંગ્રેસ અગ્રણી રાજ કાનગડે પણ પોતાનું સમર્થન જાહેર કર્યું છે.

બીજી બાજુ, વહીવટી તંત્ર તરફથી આ મામલે સ્પષ્ટતા કરતા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ચિરાગ રાછડીયાએ જણાવ્યું હતું કે મંચ દ્વારા રજૂ કરાયેલી કુલ 7 માંગણીઓ પૈકી 2 માંગણીઓ તાલુકા પંચાયત કચેરીના અધિકાર ક્ષેત્રમાં આવતી નથી. બાકીની 5 માંગણીઓમાંથી 4 માંગણીઓનું નિરાકરણ પહેલેથી જ લાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, 100 ચોરસ વાર મફત પ્લોટ ફાળવવાની માંગ અંગે કોયલાણા ગ્રામ પંચાયતના જે ફોર્મ્સ કચેરીમાં આવ્યા હતા, તે ખરાઈ માટે પાછા ગ્રામ પંચાયતમાં મોકલવામાં આવ્યા છે અને ત્યાંથી ખરાઈ થઈને રિપોર્ટ પરત આવ્યા બાદ નિયमानुसार આગળની કાર્યવાહી ત્વરિત હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES