JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

મોરબીના રાજપર રોડ પર ફિલ્મી સ્ટંટ જેવી જોખમી સફર, ઓવરલોડ બોલેરો પુંઠે સર્જાયો અકસ્માતનો ખੌਫ਼

મોરબીના રાજપર રોડ પર ફિલ્મી સ્ટંટ જેવી જોખમી સફર, ઓવરલોડ બોલેરો પુંઠે સર્જાયો અકસ્માતનો ખੌਫ਼
મોરબીના રાજપર રોડ પર પ્લાસ્ટિક મટીરીયલથી ભરેલી ઓવરલોડ બોલેરો ગાડી એક બાજુ નમી ગયેલી હાલતમાં બેફામ ગતિએ દોડતી જોવા મળી હતી, જેના કારણે અન્ય વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા હતા.

મોરબીના રાજપર રોડ ઉપર મંગળવારે સાંજના સમયે કોઈ ફિલ્મી સ્ટંટ ચાલી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. એક બોલેરો પીકઅપ ગાડી (નંબર જીજે 04 એડબલ્યુ 2377) ના ચાલકે હદ વગરનો પ્લાસ્ટિક મટીરીયલનો માલ ભરીને ભારે બેદરકારી દાખવી હતી. વાહનમાં ભરેલો માલ ઓવરલોડ હોવાને કારણે એક બાજુ અડધો નમી ગયો હતો અને ગમે ત્યારે પલટી મારી જાય તેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું હતું. આટલી સ્પષ્ટ જોખમી સ્થિતિ હોવા છતાં ચાલકે વાહન થોભાવીને માલ સરખો કરવાની તસ્દી લીધી ન હતી અને વાહન પૂરઝડપે આગળ વધાર્યે રાખ્યું હતું.

આ બેફામ અને જોખમી રીતે દોડતા વાહનને કારણે પાછળથી આવી રહેલા બાઈક અને રિક્ષા જેવા નાના વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. વાહનમાં ભરેલો નમેલો માલ રસ્તાની સાઈડમાં આવેલા વીજ થાંભલા, તાર તેમજ વૃક્ષો સાથે અથડાતો જતો હતો, છતાં ચાલકે કોઈ જ દરકાર લીધી ન હતી. અન્ય વાહનચાલકોએ નાછૂટકે પોતાના વાહનો ખૂબ જ ધીમા રાખીને અંતર જાળવવું પડ્યું હતું. આ ઘટનાએ રસ્તા પર ચાલતા અન્ય નાગરિકોની સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઊભો કર્યો હતો અને ગમે ત્યારે ગંભીર અકસ્માત સર્જાવાની પૂરી શક્યતા નજરે પડતી હતી.

આ પ્રકારની બેજવાબદારી ભરેલી ઘટનાઓ છાશવારે બનતી હોવા છતાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ (RTO) તંત્રની નિષ્ક્રિયતા સામે લોકમુખે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોરબીના નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ડમ્પર, ટ્રક અને ટ્રેક્ટર જેવા મોટા વાહનો પણ બેફામ ઓવરલોડ માલસામાન સાથે દોડતા હોય છે, જે અગાઉ પણ અનેક ગંભીર અકસ્માતોનું કારણ બન્યા છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર અને કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે આવા બેફામ ચાલકોના હોંસલા બુલંદ બન્યા છે અને નિર્દોષ નાગરિકોનો જીવ જોખમાઈ રહ્યો છે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES