JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

હૈદરાબાદમાં ચાંદીના વરખની આડમાં ચાલતું મોટું કૌભાંડ, એલ્યુમિનિયમનું વરખ બનાવતી 4 ફેક્ટરી સીલ

હૈદરાબાદમાં ચાંદીના વરખની આડમાં ચાલતું મોટું કૌભાંડ, એલ્યુમિનિયમનું વરખ બનાવતી 4 ફેક્ટરી સીલ
તહેવારો અને ખુશીના પ્રસંગોમાં ખવાતી મીઠાઈઓ પર લગાડવામાં આવતા ચાંદીના વરખના નામે ઝેરી એલ્યુમિનિયમનો ઉપયોગ થતો હોવાનો હૈદરાબાદ પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં મીઠાઈઓ અને પાન પર લગાવવામાં આવતા ચાંદીના વરખના નામે સસ્તા અને હાનિકારક એલ્યુમિનિયમનો ઉપયોગ કરી નકલી વરખ બનાવવામાં આવતું હતું. હૈદરાબાદ પોલીસની કમિશનર ટાસ્ક ફોર્સ અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ચારમિનાર તથા તેની આસપાસના વિસ્તારોમાં ધમધમતી આવી ચાર ઉત્પાદન ફેક્ટરીઓ પર દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારી બાબત એ બહાર આવી હતી કે આ ગેરકાયદેસર યુનિટ્સ પાસે ખાદ્ય સુરક્ષા માટેનું કોઈ પણ પ્રકારનું અધિકૃત FSSAI લાઇસન્સ કે પરવાનગી ન હતી, છતાં બેરોકટોક ઘાતક ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું.

આ ફેક્ટરીઓમાં તૈયાર થનારું નકલી એલ્યુમિનિયમ વરખ બજારમાં કાજુ કતરી, કાજુ રોલ અને મીઠા પાન જેવી લોકપ્રિય ખાધ્ય ચીજવસ્તુઓમાં સપ્લાય કરવામાં આવતું હતું. એટલું જ નહીં, પરંતુ બેકરીની અંદર કેક અને અન્ય ડેકોરેશન આઈટમ્સની સજાવટ માટે ઉપયોગમાં લેવાતી એલ્યુમિનિયમનું પડ ચઢાવેલી ખાસ ખાંડની ગોળીઓ પણ અહીં જ બનાવવામાં આવતી હતી. પોલીસે આ સઘન દરોડાની કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળેથી અંદાજે 49 બંડલ નકલી ચાંદીના વરખ, એલ્યુમિનિયમ ફ્લેક્સ, એક કિલો જેટલી એલ્યુમિનિયમ કોટેડ ખાંડની ગોળીઓ તેમજ મોટા પ્રમાણમાં વરખ બનાવવાની મશીનરી અને કાચો માલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે તેવી આ ઘટનાએ ખાદ્ય સુરક્ષા અને બજારમાં વેચાતી મીઠાઈઓની શુદ્ધતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ ગંદી રમત પાછળ સંકળાયેલા મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડવા માટે પોલીસે હાલમાં વ્યાપક તપાસ શરૂ કરી છે, જેથી એ જાણી શકાય કે આ નકલી અને ઝેરી વરખ કઈ-કઈ જાણીતી મીઠાઈની દુકાનો તેમજ વેપારીઓ સુધી પહોંચાડવામાં આવતું હતું. તંત્ર દ્વારા આ પ્રકારના ગેરકાયદેસર એકમો સામે કડક દાખલારૂપ પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી સામાન્ય નાગરિકોના જીવ સાથે ચેડા કરતા અસામાજિક તત્વોને નໍથ ૧કાવી શકાય.

LATEST ARTICLES