JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

ડિઝલ પર પ્રતિ લીટર રૂા. 43 ની ખોટ સરકાર ભોગવી રહી છે: વડાપ્રધાન મોદી

| By JAMNAGAR MIRROR
ડિઝલ પર પ્રતિ લીટર રૂા. 43 ની ખોટ સરકાર ભોગવી રહી છે: વડાપ્રધાન મોદી
આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડતેલના ભાવ વધવા છતાં ભારતમાં સામાન્ય નાગરિકો અને ખેડૂતોને રાહત આપવા માટે સરકાર મોટો આર્થિક બોજો ઉઠાવી રહી હોવાનો દાવો વડાપ્રધાને કર્યો છે.

નવી દિલ્હી ખાતે આયોજિત કિસાન તક ભારત એગ્રીકલ્ચર કોન્ફરન્સને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ઈરાન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલના ભાવ 70 ડોલરથી વધીને 122 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા હતા. આ વૈશ્વિક મંદી અને મોંઘવારીની સીધી અસર દેશના નાગરિકો પર ન પડે તે માટે સરકારે વિશેષ કાળજી લીધી છે. ક્રુડતેલની સરખામણીએ ડિઝલના ભાવમાં પ્રતિ લીટર રૂા. 50 સુધીનો વધારો થવો જોઈએ, પરંતુ સરકારે માત્ર રૂા. 7 નો જ મર્યાદિત વધારો કરીને જનતાને રૂા. 43 પ્રતિ લીટરની મોટી રાહત આપી છે અને આ નુકસાન હાલ સરકાર ખુદ ભોગવી રહી છે.

વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, ઈંધણના ભાવ નિયંત્રિત રાખવા માટે સરકાર દર મહિને આશરે રૂા. 14 હજાર કરોડનો નાગરિકો તરફી આર્થિક બોજો સહન કરી રહી છે. માત્ર ઈંધણ જ નહીં, પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવે ખાતર મળી રહે તે માટે પણ છેલ્લા 12 વર્ષમાં સરકારે રૂા. 16 લાખ કરોડનો જંગી ખર્ચ કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંmતે વેચાતા ડીએપી અને યુરિયા ખાતર ભારતીય ખેડૂતોને નામિનલ ભાવે એટલે કે માત્ર રૂા. 1300 અને રૂા. 300 માં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે, જેથી અન્નદાતાઓની મુશ્કેલીઓ હળવી થઈ શકે.

આ અવસરે પોતાના સંબોધનમાં વિપક્ષ પર આકરા પ્રહાર કરતા વડાપ્રધાને નામ લીધા વગર જણાવ્યું હતું કે કેટલાક લોકો એવું માને છે કે બંધારણ અને લોકશાહી તેમના ખિસ્સામાં છે અને સત્તામાં ન હોવા છતાં તેઓ સર્વસત્તાધીશની જેમ વર્તે છે. તેમણે પોતાના ગુજરાતના મુખ્યમંત્રી પદના કાર્યકાળને યાદ કરતા આક્ષેપ કર્યો હતો કે તે સમયે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતની આર્થિક પ્રગતિને નબળી પાડવાના પ્રયાસો કરવામાં આવતા હતા અને રાજ્યના શ્રમિકોની મહેનતને દિલ્હીમાં સ્વીકારવામાં નહોતી આવતી.

LATEST ARTICLES