JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

અમેરિકામાં ચકચારી હત્યા કેસ: પત્નીની હત્યા કરી મૃતદેહના ટુકડા કરી કચરાપેટીમાં ફેંકી દેનાર નરેશ ભટ્ટ દોષિત સાબિત

Nov 11, 2026 | 11:55 | By JAMNAGAR MIRROR
અમેરિકામાં ચકચારી હત્યા કેસ: પત્નીની હત્યા કરી મૃતદેહના ટુકડા કરી કચરાપેટીમાં ફેંકી દેનાર નરેશ ભટ્ટ દોષિત સાબિત
વર્જિનિયાની કોર્ટે નેપાલી-અમેરિકન નાગરિક નરેશ ભટ્ટને તેની પત્ની મમતા કાફલેની હત્યા કરવા, મૃતદેહના ટુકડા કરવા અને કચરાના ડમ્પિંગમાં ફેંકી દેવાના ગંભીર ગુનામાં દોષિત ઠેરવ્યો છે.

અમેરિકાના વર્જિનિયા રાજ્યમાં બનેલી એક અત્યંત ક્રૂર અને હૃદયદ્રાવક ઘટનામાં, જ્યુરીએ નેપાલી-અમેરિકન નાગરિક નરેશ ભટ્ટને તેની ૨૮ વર્ષીય રજિસ્ટર્ડ નર્ષ પત્ની મમતા કાફલેની હત્યાના કેસમાં ફર્સ્ટ-ડિગ્રી મર્ડરનો દોષિત જાહેર કર્યો છે. જુલાઈ ૨૦૨૪ માં મનાસા પાક સ્થિત તેમના ઘરમાંથી અચાનક રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી મમતા કાફલેનો મૃતદેહ ક્યારેય મળી શક્યો નહોતો, છતાં સરકારી વકીલોએ કોર્ટમાં રજૂ કરેલા મજબૂત પુરાવાઓના આધારે નરેશ ભટ્ટનો ગુનો સાબિત કરવામાં સફળતા મેળવી છે. આ હચમચાવી દેનારા કેસમાં હત્યા ઉપરાંત મૃતદેહ સાથે ચેડાં કરવા અને તેને છુપાવવાના આરોપો પણ સાબિત થયા છે, જેના કારણે સમગ્ર અમેરિકન સમુદાયમાં ભારે રોષ અને આશ્ચર્ય ફેલાયું છે.

આ કેસની સુનાવણી દરમિયાન આરોપી નરેશે કોર્ટમાં એક ચોંકાવનારી કબૂલાત કરતા જણાવ્યું હતું કે તેણે પત્નીની હત્યા નથી કરી પરંતુ તે મૃત હાલતમાં મળી આવી હતી, અને તેણે ડરના मारे તેના શરીરના ટુકડા કરીને કચરાની થેલીઓમાં ભરીને જુદા જુદા ડમ્પસ્ટરમાં ફેંકી દીધા હતા. જો કે, પ્રોસિક્યુટર્સે આ દલીલને સદંતર ફગાવી દીધી હતી અને આક્ષેપ કર્યો હતો કે આરોપીએ પોતાની પત્નીને ખૂબ જ નિર્દયતાથી મારી નાખી અને પુરાવાનો નાશ કરવા માટે તેને કચરાની જેમ ફેંકી દીધી હતી. સરકારી વકીલ સારાહ સામીએ જ્યુરી સમક્ષ દલીલ કરી હતી કે આરોપીએ પીડિતાને વર્જિનિયાના લુરાય સ્થિત લેન્ડફિલમાં કચરાની જેમ અંતિમ વિસામો આપ્યો હતો, જે માનવતાને શરમમાં નાખનારી ક્રૂરતા દર્શાવે છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી નરેશ ભટ્ટ ભૂતકાળમાં યુએસ આર્મી રિઝર્વમાં ઓટોમેટેડ લોજિસ્ટિક્સ સ્પેશિયાલિસ્ટ તરીકે સેવા આપી ચૂક્યો છે અને ફેેરફેક્સ કાઉન્ટી પોલીસ વિભાગમાં પણ ટૂંકા સમય માટે ભરતી થયો હતો પરંતુ નિયમોનું પાલન ન કરવાને કારણે તેને બરતરફ કરવામાં આવ્યો હતો. હવે આ ગંભીર અપરાધ બદલ તેને ફર્સ્ટ-ડિગ્રી મર્ડર માટે ઓછામાં ઓછી ૨૦ વર્ષથી લઈને આજીવન કેદની સજા થઈ શકે છે, જ્યારે મૃતદેહ છુપાવવા અને વિકૃત કરવાના ગુનામાં વધારાની પાંચ-પાંચ વર્ષની સજા પણ મળી શકે છે. આ કેસની આગામી સુનાવણી અને સજાની ઘોષણા આવતા વર્ષે ૧૨ માર્ચે હાથ ધરવામાં આવશે, જે પીડિત પરિવાર માટે લાંબી કાનૂની લડાઈ બાદ ન્યાયની દિશામાં એક મોટું પગલું સાબિત થશે.

LATEST ARTICLES