JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ઈઝરાયલનો નાશ થતો અટકાવ્યો, યુદ્ધમાં થયેલા નુકસાનની ભરપાઈ કરે: ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો

Nov 10, 2026 | 12:10 | By JAMNAGAR MIRROR
ઈઝરાયલનો નાશ થતો અટકાવ્યો, યુદ્ધમાં થયેલા નુકસાનની ભરપાઈ કરે: ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામેના યુદ્ધમાં ઈઝરાયલને બચાવ્યાનો દાવો કરી આર્થિક નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરી છે. એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે જણાવ્યું કે સમયસર પગલાં ન લીધા હોત તો ઈઝરાયલ નકશા પરથી ભૂસાઈ જાત.

અમેરિકી રાજકારણમાં ચાલી રહેલા સમીકરણો વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિડલ ઈસ્ટ અને ઈઝરાયલને લઈને એક અત્યંત વિવાદાસ્પદ અને મોટું નિવેદન આપ્યું છે. સીબીએસ ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ '60 મિનિટ્સ'માં ઇન્ટરવ્યુ આપતી વખતે ટ્રમ્પે ખુલ્લેઆમ પોતાનો એહસાન જતાવ્યો હતો. તેમણે સ્પષ્ટપણે દાવો કર્યો હતો કે જો અમેરિકા અને ખુદ તેમણે સમયસર ઈરાન સામે આક્રમક પગલાં ન લીધા હોત, તો ઈઝરાયલનો સંપૂર્ણ નાશ થઈ ગયો હોત અને તે વૈશ્વિક નકશા પરથી પણ કાયમ માટે ભૂસાઈ જાત. ટ્રમ્પના આ નિવેદને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.

અમેરિકન વહીવટીતંત્રે અગાઉ ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને તેની ન્યુક્લિયર ક્ષમતાને મોટો ફટકો આપ્યો હતો, જેના કારણે આજે સમગ્ર મધ્ય પૂર્વ સુરક્ષિત છે તેમ ટ્રમ્પે ઉમેર્યું હતું. જોકે, આ સાથે જ તેમણે એક ચોંકાવનારી માંગ કરતા કડક શબ્દોમાં તાકીદ કરી છે કે ઈરાન સાથેના આ યુદ્ધમાં અમેરિકાને જે પણ આર્થિક અને લશ્કરી નુકસાન થયું છે, તેની સંપૂર્ણ ભરપાઈ એ દેશોએ કરવી પડશે જેમને અમેરિકાએ સુરક્ષા પૂરી પાડી છે, જેમાં મુખ્યત્વે ઈઝરાયલ પણ સામેલ છે. બીજી બાજુ, ઈરાને તેના પરમાણુ કાર્યક્રમનો બચાવ કરતા દાવો કર્યો છે કે તેનો હેતુ માત્ર શાંતિપૂર્ણ અને વિકાસ કાર્યો માટેનો જ હતો.

દરમિયાન, કતારના વડાપ્રધાન સાથેની મહત્ત્વપૂર્ણ બેઠક બાદ ટ્રમ્પે એવા સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે ઈરાન સાથેનું આ લાંબબું યુદ્ધ હવે લગભગ પૂરું થઈ ચૂક્યું છે. ટ્રમ્પના મતે લશ્કરી દ્રષ્ટિએ ઈરાનનું અસ્તિત્વ અને તેનું નેતૃત્વ હવે લગભગ સમાપ્ત થઈ ચૂક્યું છે, અને હાલ અમેરિકા તથા ખાડી દેશો આ ક્ષેત્રમાં યથાસ્થિતિ જાળવી રાખવા માટે સહમત થયા છે. આમ છતાં, યુદ્ધમાં થયેલા ખર્ચ અને નુકસાનની ઈઝરાયલ પાસેથી ભરપાઈ કરવાની ટ્રમ્પની આ આક્રમક માંગને કારણે વૈશ્વિક સ્તરે નવા સમીકરણો અને ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે.

LATEST ARTICLES