વૈશ્વિક ટેકનોલોજી જગતમાં ભારે ચર્ચાનો વિષય બનેલા આ મામલામાં એનવીડિયા (Nvidia) ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) જેેનસન હુઆંગે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે ચીની મૂળની વ્યાપારી અને અમેરિકી ગુપ્તચર એજન્સીઓની શંકાના ઘેરામાં રહેલી એલિસ હુઆંગ સાથે તેમનાં અનૈતિક સંબંધો હતા. ન્યૂ યોર્ક ટાઈમ્સ અને ફાઈનાન્શિયલ ટાઈમ્સના અહેવાલો મુજબ, સિંગાપોર સ્થિત ડેટા સેન્ટર કંપની મેગાસ્પીડ સાથે સંકળાયેલી એલિસ હુઆંગ બેઇજિંગ માટે માહિતી એકત્ર કરતી હોવાની ગુપ્તચર અક્ષેપો છે. આ ખુલાસા બાદ જેેનસન હુઆંગે કર્મચારીઓને મોકલેલા ઈમેલમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ પોતાની પત્ની અને પરિવાર પ્રત્યે બેવફા રહ્યા છે અને આ કૃત્ય માટે કોઈ બહાનું હોઈ શકે નહીં. તેમણે પોતાની જવાબદારી સ્વીકારવાની સાથે તમામ ટીકાઓ સ્વીકારવાની પણ તૈયારી દર્શાવી છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એનવીડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ મામલે એક સ્વતંત્ર તપાસ શરૂ કરી છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં એવા કોઈ પુરાવા નથી કે જેનાથી રાષ્ટ્રીય સુરક્ષા કે કંપનીના ગુપ્ત ડેટા સાથે કોઈ ચેડા થયા હોય, છતાં આ બાબતની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. આ વિવાદ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેેનસન હુઆંગનું સમર્થન કરતા તેમને એક સન્માનનીય વ્યક્તિ ગણાવ્યા છે અને દેશ માટે ઉત્તમ કામ કરવા બદલ વખાણ કર્યા છે. બીજી તરફ, અમેરિકી સંસદ (કોંગ્રેસ)ના વરિષ્ઠ કાયદાકીય નેતાઓએ આ મામલે સુરક્ષા પ્રોટોકોલ અને ચીન સાથેના જોખમો અંગે ખુલાસો માંગ્યો છે, જેના કારણે એનવીડિયાના શેરના ભાવમાં પણ થોડો ઘટાડો નોંધાયો છે.
આ સમગ્ર વિવાદથી ટેકનોલોજી અને વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, કારણ કે મેગાસ્પીડ કંપની દ્વારા ચીનને અદ્યતન એઆઈ (AI) ચિપ્સ મોકલવામાં આવી રહી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પક્ષના કાયદાકીય નેતાઓ આ મામલે કડક તપાસના મૂડમાં છે. જોકે, દક્ષિણ કોરિયા જેવા દેશોએ સ્પષ્ટ કર્યું છે કે આ વિવાદ છતાં એનવીડિયા સાથેના તેમના હાર્ડવેર અને જીપીયુ (GPU) ના પુરવઠાના કરારો પર કોઈ અસર નહીં પડે. જેેનસન હુઆંગની આગેવાની હેઠળની આ કંપની માટે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય બજાર અને અમેરિકી સરકાર સમક્ષ પોતાની વિશ્વસનીયતા સાબિત કરવી એક મોટો પડકાર બની રહેશે.
