JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

એનવીડિયાના સીઈઓ જેેનસેન હુઆંગ વિરુદ્ધ તપાસ શરૂ, ચીની જાસૂસ સાથેના સંબંધોની કબૂલાત

Nov 09, 2026 | 07:50 | By JAMNAGAR MIRROR
એનવીડિયાના સીઈઓ જેેનસેન હુઆંગ વિરુદ્ધ તપાસ શરૂ, ચીની જાસૂસ સાથેના સંબંધોની કબૂલાત
વિશ્વની દિગ્ગજ ચિપ બનાવતી કંપની એનવીડિયાના સીઈઓ જેેનસેન હુઆંગે પત્ની સાથે દગો કર્યાની જાહેરમાં કબૂલાત કરી છે. ચીની ગુપ્તચર એજન્સી સાથે સંકળાયેલી મહિલા સાથેના સંબંધો બહાર આવતા કંપનીના બોર્ડ દ્વારા તેમની સામે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ટેકનોલોજી જગતમાં ભારે ખળભળાટ મચાવતી ઘટનામાં, એનવીડિયા (Nvidia) ના સહ-સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી જેેનસેન હુઆંગ સામે કંપનીએ સત્તાવાર તપાસ શરૂ કરી છે. ૬૩ વર્ષીય જેેનસેન હુઆંગે સ્વીકાર્યું છે કે તેઓ ચીની ગુપ્તચર એજન્સીઓ સાથે કથિત રીતે જોડાયેલી એક મહિલા સાથેના સંબંધોમાં સામેલ હતા. આ ખુલાસા બાદ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રવિવારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે તેઓ આ માmલાની ઊંડાણપૂર્વક તપાસ કરશે અને તમામ ઉપલબ્ધ પાસાઓની ચકાસણી કરવામાં આવશે. જો કે, તપાસ દરમિયાન પણ જેેનસેન હુઆંગ પોતાના પદ પર યથાવત રહેશે અને આ તપાસમાં કંપનીને સંપૂર્ણ સહકાર પણ આપી રહ્યા છે.

અમેરિકી ગુપ્તચર અધિકારીઓના અહેવાલ મુજબ, સિંગાપોર સ્થિત ડેટા સેન્ટર કંપની સાથે જોડાયેલી એલિસ હુઆંગ નામની મહિલા ચીની સરકારને ગુપ્ત માહિતી પૂરી પાડતી હોવાની શંકા છે અને તે જેેનસેન હુઆંગના સંપર્કમાં આવી હતી. આ સમગ્ર વિવાદ સામે આવ્યા બાદ જેેનસેન હુઆંગે કંપનીના કર્મચારીઓને એક ભાવનાત્મક ઈમેલ મોકલીને પોતાની ભૂલ સ્વીકારી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ પોતાના પરિવાર અને સાથી કર્મચારીઓ પ્રત્યે વફાદાર રહી શક્યા નથી અને આ બાબત માટે કોઈ બહાનું હોઈ શકે નહીં. તેમણે પોતાના પરિવારની માફી માંગવાની સાથે એનવીડિયાના શેરધારકો, ભાગીદારો અને બોર્ડ સમક્ષ પણ પોતાની નૈતિક જવાબદારી ચૂકી ગયા હોવાનોર અસાસ વ્યક્ત કર્યો હતો.

એનવીડિયાના બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે પ્રાથમિક તબક્કે રાષ્ટ્રીય સુરક્ષા કે કંપનીના કોઈ મહત્ત્વપૂર્ણ રહસ્યો લીક થયા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી, તેમ છતાં પારદર્શિતા જાળવવા માટે સ્વતંત્ર તપાસ અનિવાર્ય છે. જેેનસેન હુઆંગે પણ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓને ગંભીરતાથી લઈને તપાસમાં પૂર્ણ સહયોગ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમના પરિવારનો આ બાબત સાથે કોઈ સંબંધ નથી અને આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારની ગોપનીયતા જાળવવામાં આવે. ટેક વર્લ્ડમાં સર્જાયેલા આ અણધાર્યા વળાંકથી એનવીડિયાની કામગીરી અને આગામી દિવસોમાં કંપનીની કોર્પોરેટ ગવર્નન્સ પર કેવી અસર પડે છે તે જોવું રસપ્રદ રહેશે.

LATEST ARTICLES