JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

રાહુલ ગાંધીએ દિલ્હીમાં યોજ્યું કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનું સ્નેહમિલન, એકતા અને ઉત્સાહનો રહ્યો માહોલ

Nov 07, 2026 | 14:04 | By JAMNAGAR MIRROR
રાહુલ ગાંધીએ દિલ્હીમાં યોજ્યું કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનું સ્નેહમિલન, એકતા અને ઉત્સાહનો રહ્યો માહોલ
'વોટ ચોરી'ના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના નિવાસ્થાને એક ભવ્ય દિવાળી મિલન સમારોહનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં પક્ષના ટોચના નેતાઓ એકછત્ર હેઠળ ભેગા થઈને એકતા અને પરસ્પર સમન્વયના દર્શન કરાવ્યા હતા.

શુક્રવારના રોજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ તેમના 5, સુનેહરી બાગ રોડ સ્થિત નિવાસસ્થાને પક્ષના મહાસચિવો, પ્રભારીઓ, સીડબ્લ્યુસી (CWC) ના સભ્યો અને અનેક દિગ્ગજ નેતાઓ માટે વિશેષ દિવાળી સ્નેહમિલનનું આયોજન કર્યું હતું. જોકે દેશભરમાં 'વોટ ચોરી' અને ચૂંટણી સંબંધી અનિયમિતતાઓને લઈને કોંગ્રેસ સરકારને ઘેરવાની રણનીતિ બનાવી રહી છે તેવા સંવેદનશીલ સમયે યોજાયેલી આ ચા-પાર્ટી રાજકીય વિશ્લેષકોમાં ભારે ચર્ચાનો વિષય બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં કોઈ ખાસ રાજકીય ચર્ચા થઈ ન હતી, પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ્ય પાર્ટીના નેતાઓ વચ્ચે પરસ્પર સંબંધો મજબૂત કરવાનો અને આગામી રાજકીય લડાઈ માટે પક્ષના મનોબળને ઉંચું રાખવાનો હતો.

આ ભવ્ય મેળાવડામાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, જયરામ રમેશ, સચિન પાયલોટ, કુમારી સેલજા ઉપરાંત હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ, કર્માણાકના ઉપમુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર અને ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, અશોક ગેહલોત, ભૂપેષ બધેલ, હરીશ રાવત અને દિગ્ગજ સિંહ જેવા પૂર્વ મુખ્યમંત્રીઓ સહિત સોથી વધુ વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ ગાંધીએ દરેક ટેબલ પર જઈને હાજર રહેલા તમામ નેતાઓ સાથે અંગત મુલાકાત કરી હતી, દિવાળીની હાર્દિક શુભકાભનાઓ પાઠવી હતી અને સૌની સાથે હળવાશભરી અને હૂંફાળી વાતો કરી હતી. પક્ષના નેતાઓનું માનવું છે કે તહેવારના આ માહોલે પાર્ટી પરિવારને એક સૂત્રમાં બાંધવાનું ઉત્તમ કામ કર્યું છે.

ય્ઝ્રસ્ (INDIA) ગઠબંધન દ્વારા હાલમાં જ રામલીલા મેદાન ખાતે 'વોટ બચાવો, દેશ બચાવો' જેવી વિશાળ રેલીઓ યોજવામાં આવી છે અને મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોરચો ખોલવામાં આવ્યો છે, ત્યારે આ મેળાવડાનું રાજકીય મહત્વ ઘણું મોટું માનવામાં આવે છે. સચિન પાયલોટ અને પવન ખેડા જેવા નેતાઓએ પત્રકારો સાથે વાતચીત કરતા સરકાર અને ચૂંટણી પંચની કાર્યશૈલી સામે આકરા પ્રહારો પણ કર્યા હતા. ચૂંટણીની તૈયારી કરી રહેલા રાજ્યોના નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે આ આયોજને કોંગ્રેસ છાવણીમાં એક નવો જ પ્રાણ ફૂંક્યો છે અને પક્ષે આગામી દિવસોમાં પોતાની ઝુંબેશને વધુ વેગવંતી બનાવવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે.

LATEST ARTICLES
એન
ગુજરાત એન