JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

રાજકીય ગરમાવા વચ્ચે રાહુલ ગાંધીએ યોજી દિવાળી મિલન સરોહ, કોંગ્રેસના શીર્ષ નેતાઓ રહ્યા ઉપસ્થિત

Nov 07, 2026 | 13:49 | By JAMNAGAR MIRROR
રાજકીય ગરમાવા વચ્ચે રાહુલ ગાંધીએ યોજી દિવાળી મિલન સરોહ, કોંગ્રેસના શીર્ષ નેતાઓ રહ્યા ઉપસ્થિત
'વોટ ચોરી'ના વિવાદ અને આગામી રાજકીય પડકારો વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના નિવાસસ્થાને એક વિશેષ દિવાળી મિલન સમારોહનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં પક્ષના તમામ દિગ્ગજ નેતાઓએ હાજરી આપીને એકતાના દર્શન કરાવ્યા હતા અને તહેવારની ઉજવણી કરી હતી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે તેમના 5, સુનેહરી બાગ રોડ સ્થિત નિવાસસ્થાને પક્ષના મહાસચિવો, પ્રભારીઓ, સીડબ્લ્યુસી (CWC) ના સભ્યો અને વરિષ્ઠ નેતાઓ માટે દિવાળીના સ્નેહમિલન અને ચા પાર્ટીનું આયોજન કર્યું હતું. વર્તમાન સમયમાં જ્યારે પક્ષ સરકારને 'વોટ ચોરી'ના મુદ્દે ઘેરવા માટે આક્રમક રણનીતિ અપનાવી રહ્યો છે, ત્યારે આ મેળાવડાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં કોઈ રાજકીય ચર્ચા કરવામાં આવી ન હતી, પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષના નેતાઓ વચ્ચે પરસ્પરમેળ વધારવાનો અને આગામી અભિયાન માટે પાર્ટીમાં નવો ઉત્સાહ જગાડવાનો હતો.

આ સ્નેહમિલન સમારોહમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, જયરામ રમેશ, સચિન પાયલોટ, કુમારી સેલજા ઉપરાંત હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ, કર્મણાકના ઉપમુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર અને પૂર્વ મુખ્યમંત્રીઓ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, ભૂપેસ બઘેલ, અશોક ગેહલોત, હરીશ રાવત તથા દિગ્વિજય સિંહ સહિત સો કરતાં વધુ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ ગાંધી જાતે દરેક ટેબલ પર ગયા હતા અને તમામ નેતાઓ સાથે હળવાશભરી અને હૂંફાળી વાતો કરી દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. પક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે આ બેઠકથી પક્ષના પરિવારમાં એકતા અને મજબૂતીનો સંદેશો વ્યાપક બન્યો છે.

સમારોહ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા સચિન પાયલોટે ચૂંટણી પંચ અને સરકાર સામે સવાલો ઉઠાવતા ગંભીર આરોપો લગાવ્યા હતા, જોકે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ ચા-પાર્ટીમાં કોઈ રાજકીય એજન્ડા પર ચર્ચા થઈ ન હતી. બીજી તરફ, કોંગ્રેસના મીડિયા વિભાગના વમુખ પવન ખેડાએ ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર પલટવાર કરતા સંસદની કાર્યવાહી અને 'એસઆઈઆર' (SIR) ના મુદ્દે ચર્ચા કરવા માટે પડકાર ફેંક્યો હતો. હાલમાં જ્યારે ‘ઈન્ડિયા’ ગઠબંધન દ્વારા 'વોટ ચોઈ' અને મતદાર યાદી સુધારણા વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન અને રેલીઓનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસના આ આંતરિક મેળાવડાએ રાજકીય ગલિયારોમાં ભારે ચર્ચા જગાવી છે.

LATEST ARTICLES