JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

PM Modi Live : કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી શરૂ, એકતા પરેડમાં PM મોદી ઉપસ્થિત

Oct 31, 2026 | 18:10 | By JAMNAGAR MIRROR
કેવડિયા એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો પ્રારંભ થયો છે. હાલ એકતા પરેડ યોજાઈ રહી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત છે. દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવના સંદેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.એકતા પરેડનો પ્રારંભરાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કેવડિયા ખાતે એકતા પરેડ શરૂ થઈ છે. પરેડમાં વિવિધ સુરક્ષા દળો અને અન્ય ટુકડીઓ દ્વારા શિસ્તબદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.PM મોદી પરેડમાં ઉપસ્થિતવડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા પરેડમાં ઉપસ્થિત રહ્યા છે. સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાતી આ ઉજવણીમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.https://youtu.be/UIgUxiAgwCEરાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીસરદાર વલ્લભભાઈ પટેલે દેશના રજવાડાંઓને એકત્રિત કરી ભારતની એકતા અને અખંડિતતામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.એકતા નગરમાં પ્રવાસીઓ માટે ‘રેઇન ફોરેસ્ટ’નું લોકાર્પણવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા નગર ખાતે પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ ખુલ્લું મૂક્યું છે. વાગડિયા ચેકપોસ્ટ નજીક નવા ગોરા બ્રિજ પાસે રૂ.9.49 કરોડના ખર્ચે 47,000 ચોરસ મીટર વિસ્તારમાં ‘રેઇન ફોરેસ્ટ’ બનાવાયું છે. વડાપ્રધાને 220 મીટર લાંબા ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ પરથી પસાર થઈ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. વિવિધ છોડ-વૃક્ષોની વિગતો નર્મદા નિગમના ચેરમેન મુકેશ પુરી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અમિત અરોરા પાસેથી મેળવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
LATEST ARTICLES