JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

Dhorajiમાં પીવાના પાણીનો હજારો લીટર વેડફાટ: નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આક્રોશ

Oct 31, 2026 | 18:00 | By JAMNAGAR MIRROR
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં એક તરફ કમોસમી વરસાદની સ્થિતિ જોવા મળી છે, તો બીજી તરફ ધોરાજી નગરપાલિકા તંત્રની અણઆવડત અને ઘોર બેદરકારીને કારણે પીવાના શુદ્ધ પાણીનો મોટા પાયે વેડફાટ થઈ રહ્યો છે. ધોરાજીના વ્યસ્ત ગણાતા બસ સ્ટેન્ડ રોડ પર પીવાના પાણીની મુખ્ય લાઈન અચાનક તૂટી જવાથી હજારો લીટર પાણી શહેરના મુખ્ય માર્ગો પર વહેતું થયું હતું.ખરાવડ પ્લોટ અને સરદાર ચોક સુધી પાણી પાણીપાણીની લાઈનમાં સર્જાયેલા ભંગાણને કારણે ધોરાજીના જેતપુર રોડથી ખરાવડ પ્લોટ તેમજ સરદાર ચોક વિસ્તાર સુધીના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લાખો લિટર શુદ્ધ પીવાનું પાણી ગટર કે રસ્તા પર વહી જવાથી સ્થાનિક રહેવાસીઓમાં નગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.પાણીની તંગીના સમયે તંત્રની ઘોર લાપરવાહીએક તરફ પાણીની તંગી અને અછતની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે બીજી તરફ તંત્રની અણઆવડતના કારણે આવી રીતે અનેક જગ્યાએ પાણી બગડી રહ્યું છે. નગરપાલિકાની પાઇપલાઇનો અને કનેક્શનોની જાળવણી યોગ્ય રીતે ન થવાને કારણે આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી હોવાના આક્ષેપો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. પ્રજા દ્વારા વહેલી તકે આ લાઈનોનું સમારકામ કરવાની માંગ ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
LATEST ARTICLES