પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, આ કરુણાંતિકા પુણેના એક પોશ વિસ્તારમાં આવેલા હાઇ-રાઇઝ બિલ્ડિંગમાં બની હતી. સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર, અચાનક મોટો અવાજ સાંભળવા મળ્યો હતો, ત્યારબાદ જ્યારે લોકોએ બહાર આવીને જોયું તો માતા અને પુત્ર લોહીના ધોડામાં પટકાયેલા જોવા મળ્યા હતા. પોલીસે જ્યારે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી, ત્યારે ગેલેરીની રેલિંગ પાસેથી મહિલા અને બાળકના ચંપલ તથા બૂટ વ્યવસ્થિત રીતે પડેલા મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે આ પગલું અત્યંત ગંભીરતાથી અને પૂર્વ આયોજનબદ્ધ રીતે ભરવામાં આવ્યું હોઈ શકે છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસને આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ ટીમ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ આત્મહત્યા પાછળનું અસલી કારણ શું હતું. શું આ કૌટુંબિક વિવાદ, માનસિક તણાવ (ડિપ્રેશન) કે અન્ય કોઈ આર્થિક કે પારિવારિક સમસ્યાનું પરિણામ છે? પોલીસે મૃતકના પરિવારજનો અને નજીકના સંબંધીઓની પૂછપરછ શરૂ કરી છે તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ખંગાળવામાં આવી રહ્યા છે જેથી આ કરૂણ ઘટનાના વાસ્તવિક કારણો પર પ્રકાશ પડી શકે.
