આ અભિયાન દરમિયાન મંત્રાલય દ્વારા ભૌતિક અને ઇલેક્ટ્રોનિક બંને પ્રકારની ફાઈલોનું પદ્ધતિસરનું મૂલ્યાંકન અને સંચાલન કરવામાં આવ્યું હતું. રેકોર્ડ મેનેજમેન્ટની આ પ્રક્રિયાથી મંત્રાલયની આંતરિક વહીવટી કાર્યપ્રણાલીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. જૂના અને બિનજરૂરી દસ્તાવેજોના નિકાલથી ઓફિસના જગ્યાનો શ્રેષ્ઠ ઉપયોગ સુનિશ્ચિત થયો છે તેમજ પર્યાવરણ અનુકૂળ વાતાવરણનું નિર્માણ થયું છે.
વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયા સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા, આ અભિયાન અંતર્ગત વિવિધ ઈ-ગવર્નન્સ પ્લેટફોર્મનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડિજિટલ માધ્યમોના ઉપયોગથી સરકારી કામકાજમાં પારદર્શિતા અને જવાબદારીમાં મોટો વધારો થયો છે. મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ આ અભિયાનને સફળ બનાવવા માટે તમામ કર્મચારીઓના સહયોગની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ આવી પહેલ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
