JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

લદાખનું 'ગોલ્ડન ટ્રેઝર': જીઆઈ-ટેગ પ્રાપ્ત સીબકથોર્ન ફળમાં લીંબુ કરતાં ૧૦ ગણું વધુ વિટામિન સી, પિયુષ ગોયલે વૈશ્વિક સ્તરે પ્રમોટ કર્યું

Oct 31, 2026 | 17:45 | By JAMNAGAR MIRROR
લદાખનું 'ગોલ્ડન ટ્રેઝર': જીઆઈ-ટેગ પ્રાપ્ત સીબકથોર્ન ફળમાં લીંબુ કરતાં ૧૦ ગણું વધુ વિટામિન સી, પિયુષ ગોયલે વૈશ્વિક સ્તરે પ્રમોટ કર્યું
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે તાજેતરમાં લદાખના વિશિષ્ટ જીઆઈ-ટેગ (ભૌગોલિક સંકેત) પ્રાપ્ત 'સીબકથોર્ન' (Seabuckthorn) ફળ વિશે મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. આ ફળને તેમણે ભારતનું એક અમૂલ્ય 'સોનેરી ખજાનો' ગણાવ્યું છે. પોતાના આકર્ષક સોનેરી-નારંગી રંગને કારણે 'લદાખ ગોલ્ડ' તરીકે પણ ઓળખાતું આ સુપરફ્રૂટ અત્યંત કઠોર આબોહવા અને શૂન્યથી નીચેના તાપમાનમાં પણ ટકી રહેવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે, જે તેને હિમાલયી ક્ષેત્રની વનસ્પતિઓમાં અનોખું સ્થાન અપાવે છે.

આ પોષક તત્વોથી ભરપૂર ફળ વિશેષતા એ છે કે તેમાં સામાન્ય લીંબુ કરતા અંદાજે ૧૦ ગણું વધુ વિટામિન 'સી' રહેલું છે. વિટામિન સી ઉપરાંત, આ ફળ ઓમેગા ફેટી એસિડ્સ, એન્ટિઓક્સિડન્ટ્સ અને વિવિધ આવશ્યક ખનિજોનો અખૂટ સ્ત્રોત છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે તેના અસંખ્ય ફાયદાઓને કારણે આ ફળની વૈશ્વિક બજારમાં પણ ભારે માંગ ઊભી થઈ રહી છે. સરકાર આ પ્રાકૃતિક વારસાને વૈશ્વિક પ્લેટફોર્મ પર પ્રમોટ કરવા માટે વિશેષ રણનીતિ પર કામ કરી રહી છે.

કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, સીબકથોર્નનું ઉત્પાદન માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ સ્થાનિક અર્થવ્યવસ્થા અને રોજગારી માટે પણ વરદાન સાબિત થઈ રહ્યું છે. લદાખના સ્થાનિક ખેડૂતો અને ઉત્પાદકો માટે આ ફળ આવકના નવા દ્વાર ખોલી રહ્યું છે. સરકાર આ 'સુપરફ્રૂટ'ની પ્રોસેસિંગ, પેકેજિંગ અને બ્રાન્ડિંગ પર વિશેષ ભાર આપી રહી છે જેથી લદાખના આ સ્થાનિક ઉત્પાદનને આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ્ય ઓળખ અને બજાર મળી શકે.

LATEST ARTICLES