JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

પત્નીએ દારૂ માટે પૈસા ન આપતા ગુસ્સે ભરાયેલા પિતાએ ૬ વર્ષના માસૂમ પુત્રને કૂવામા ફેંકીને હત્યા કરી નાખી

Oct 31, 2026 | 17:30 | By JAMNAGAR MIRROR
રાજ્યમાં વધુ એક હચમચાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક નિર્દય પિતાએ પોતાની જ પત્ની સાથેના ઝઘડામાં વેર વાળીને પોતાના ૬ વર્ષના માસૂમ પુત્રનો ભોગ લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી પિતાએ દારૂ પીવા માટે પત્ની પાસે રોકડ રકમની માંગણી કરી હતી. પત્નીએ પૈસા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરતા ઉશ્કેરાયેલા પતિએ હિચકારું પગલું ભર્યું હતું.

આરોપીએ પોતાના જ ૬ વર્ષના માસૂમ પુત્રને ઉઠાવીને નજીકના કૂવામાં ફેંકી દીધો હતો, જેના કારણે પાણીમાં ડૂબી જવાથી બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને લોકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી.

ઘટનાની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ફાયર વિભાગની મદદથી બાળકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપી પિતાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

LATEST ARTICLES