ગુજરાતમાં પ્રવાસનને વધુ વેગ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) વિસ્તાર માટે રૂ. 426 કરોડના પ્રવાસી પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે. આ વિકાસ કાર્યો અંતર્ગત વિસ્તારમાં અતધુનિક હોટેલ્સ અને ક્રૂઝ સેવાઓ શરૂ કરવામાં આવશે, જેથી અહીં આવતા પ્રવાસીઓને વિશ્વસ્તરીય સુવિધાઓ મળી રહે.
આ ઉપરાંત, નર્મદા નદી પર થતી રિવર રાફ્ટિંગ પ્રવૃત્તિઓ સુધી પહોંચવા માટે વાઘડિયા રોડનો પણ વિસ્તાર કરવામાં આવશે, જેનાથી પ્રવાસીઓની અવરજવર વધુ સરળ અને સુરક્ષિત બનશે. આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ કેવડિયા અને આસપાસના ક્ષેત્રમાં રોજગારીની નવી તકોનું સર્જન થવાની સાથે વૈશ્વિક પ્રવાસીઓનું આકર્ષણ પણ વધશે.
