JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

આંધ્રપ્રદેશમાં શાળાના ક્લાસરૂમમાં ચેઇનસો સાથે ઘૂસેલો શખ્સ, બે વિદ્યાર્થિનીઓ પર હુમલો

Oct 31, 2026 | 16:50 | By JAMNAGAR MIRROR
આંધ્રપ્રદેશમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ક્લાસરૂમમાં શિક્ષકની હાજરી વચ્ચે એક શખ્સ હાથમાં ચેઇનસો (વૃક્ષ કાપવાનું મશીન) લઈને ઘૂસી આવ્યો હતો અને બે માસૂમ વિદ્યાર્થિનીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો.

આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી બંને વિદ્યાર્થિનીઓને તાત્કાલિક ધોરણે કટોકટીની સારવાર માટે અનંતપુરની સરકારી જનરલ હોસ્પિટલ (GGH) ખસેડવામાં આવી છે. આ ઘટના બાદ શાળા સંકુલ અને વિસ્તારમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

LATEST ARTICLES