દેશની જાણીતી ઓટો કંપની હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા માટે બીજા ક્વાર્ટરના પરિણામો થોડા ચિંતાજનક રહ્યા છે. કાચા માલના ભાવ વધવાને કારણે કંપનીના પ્રોફિટમાં અંદાજે 24% નો ઘટાડો નોંધાય્યો છે. એક તરફ ગાડીઓની ડિમાન્ડ જબરદસ્ત ચાલી રહી છે, તો બીજી તરફ મિડલ ઈસ્ટની કટોકટી અને સ્ટીલ-કોપર જેવા કાચા માલની મોંઘવારીએ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીની મુશ્કેલીઓ વધારી દીધી છે. જો કે, અગાઉના જીએસટી ઘટાડાના ફાયદાને કારણે ગાડીઓનું વેચાણ તો મજબૂત રહ્યું છે, પણ પ્રોડક્શન કોસ્ટ વધી જવાથી તેની સીધી અસર પ્રોફિટ પર પડી છે.
કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ 30 સપ્ટેમ્બરે પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો પ્રોફિટ આફ્ટર ટેક્સ ઘટીને 1,196 કરોડ થયો છે, જે ગત વર્ષના સમાનગાળામાં 1,572 કરોડ હતો. જો કે, રાહતની વાત એ છે કે કંપનીની કુલ રેવન્યુ વધીને 20,696 કરોડ પર પહોંચી ગઈ છે, જે ગત વર્ષે 17,461 કરોડ હતી. કંપનીના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ એક ક્વાર્ટરમાં રેવન્યુએ 20,000 કરોડનો આંકડો પાર કર્યો હોય. બીજી તરફ, મેન્યુફેक्चरિંગ ખર્ચ 24% વધીને 19,302 કરોડ પર પહોંચી જતાં પ્રોફિટ ડાઉન થયો છે. અન્ય અગ્રણી કંપની મારુતિ સુઝુકીના પરિણામોમાં પણ ખર્ચ વધવાને કારણે સમાન દબાણ જોવા મળ્યું છે.
આ પડકારો છતાં હ્યુન્ડાઈ આગામી સમય માટે ઉત્સાહી છે અને વર્ષ 2030 સુધીમાં પ્રોડક્શન કેપેસિટી વધારીને 1.14 મિલિયન યુનિટ્સ સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. કંપની આગામી ક્વાર્ટરમાં બેયૉન જેવી નવી ગાડીઓ અને FY27ના ચોથા ક્વાર્ટરમાં માસ માર્કેટ EV લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને કોસ્ટ પ્રેશર યથાવત રહેવાના છે, પરંતુ કંપની માને છે કે પ્રોડક્ટ મિક્સ અને કોસ્ટ કટિંગના પગલાંથી માર્જિન સુધારવામાં મદદ મળશે અને આગામી દિવસોમાં ગ્રોથની રફ્તાર વધુ ઝડપી બનશે.
