બુધવારે દેશના અત્યાર સુધીના સૌથી મોટા 30188 કરોડ રૂપિયાના આઈપીઓ સાથે દલિત સ્ટ્રીટ પર ડેબ્યૂ કરનાર જિયો પ્લેટફોર્મ્સે ઈતિહાસ રચી દીધો છે. આ આઈપીઓએ લિસ્ટિંગના દિવસે જબરજસ્ત કમાણી કરાવીને દેશના પાંચ સૌથી મોટા આઈપીઓ અને નેશનલ સ્ટોક એક્સચેન્જને પણ પાછળ છોડી દીધા છે. એનએસઈ પર જિયોના શેર 1119 રૂપિયાની ઈશ્યુ પ્રાઈઝ સામે 21.35 ટકાના પ્રીમિયમ સાથે 1358 રૂપિયાના ભાવે લિસ્ટ થયા હતા. આ મેગા આઈપીઓ માટે માર્કેટમાં કુલ 7.4 લાખ કરોડ રૂપિયાની જબરજસ્ત ડિમાન્ડ નીકળી હતી અને 1.38 કરોડથી વધારે એપ્લિકેશન્સ મળી હતી, જેણે પ્રાઈમરી માર્કેટમાં મોટો રેકોર્ડ બનાવી દીધો છે.
પ્રાઈમ ડેટાબેઝના આંકડા મુજબ જિયોનું આ લિસ્ટિંગ પર્ફોર્મન્સ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા, એલઆઈસી અને પેટીએમ જેવા દિગ્ગજ આઈપીઓ કરતા ઘણું શાનદાર રહ્યું છે. હ્યુન્ડાઈ મોટરનો 27858.75 કરોડનો આઈપીઓ 1.48 ટકા ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો હતો, જ્યારે એનએસઈનો આઈપીઓ 5 ટકાના સામાન્ય ફાયદા સાથે ખુલ્લો હતો. આ ઉપરાંત, એલઆઈસીનો 20557.23 કરોડનો આઈપીઓ 8.62 ટકા ઘટીને અને પેટીએમનો આઈપીઓ 9.07 ટકાના ડિસ્કાઉન્ટ સાથે ખરાબ શરૂઆત પામ્યો હતો. આ બધાની સરખામણીમાં જિયોએ શાનદાર ઉછાળો હાંસલ કરીને રોકાણકારોને ખુશખુશાલ કરી દીધા છે.
બજારના અગ્રણી બ્રોકરેજ હાઉસિસ પણ જિયો પ્લેટફોર્મ્સને લઈને ખૂબ જ પોઝિટિવ છે અને લિસ્ટિંગ બાદ નોમુરાએ 1340, મોતીલાલ ઓસ્વાલે 1350 અને ઇલેરા કેપિટલે 1367 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઈસ આપીને બાય રેટિંગ જાહેર કર્યું છે. નોમુરાના રિપોર્ટ મુજબ જિયો પાસે દેશના વાયરલેસ સબ્સ્ક્રાઇબર્સનો આશરે 42 ટકા, ડેટા ટ્રાફિકનો 60 ટકા અને હોમ બ્રોડબેન્ડનો 43 ટકા હિસ્સો છે અને કંપની હવે ટેલિકોમ માર્કેટની અસલી લીડર બની ગઈ છે. નિષ્ણાતો માને છે કે ભવિષ્યમાં ટેરિફ વધારો અને ડિજિટલ સર્વિસિસના વિસ્તરણથી કંપનીનું માર્કેટમાં પ્રભુત્વ હજુ વધારે મજબૂત થશે અને રોકાણકારોને લાંબા ગાળે મોટો ફાયદો થશે.
