JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ગ્લોબલ ઇન્વેસ્ટર એડવેન્ટ ઇન્ટરનેશનલે ફંડ રેઝિંગમાં રચ્યો ઇતિહાસ, 30 અબજ ડૉલરનું ફંડ એકત્ર કર્યું

Oct 27, 2026 | 20:31 | By JAMNAGAR MIRROR
ગ્લોબલ ઇન્વેસ્ટર એડવેન્ટ ઇન્ટરનેશનલે ફંડ રેઝિંગમાં રચ્યો ઇતિહાસ, 30 અબજ ડૉલરનું ફંડ એકત્ર કર્યું
એડવેન્ટ ઇન્ટરનેશનલે તાજેતરમાં 30 અબજ ડૉલરનું જંગી ફંડ ઊભું કર્યું છે, જેમાં ફ્લેગશિપ બાયઆઉટ ફંડ માટે અંદાજે 27 અબજ ડૉલરનો સમાવેશ થાય છે. આ મોટી સફળતા બાદ કંપનીનું ભારતીય માર્કેટમાં રોકાણ વધારવા પર પણ વિશેષ ધ્યાન રહેશે.

ગ્લોબલ પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર એડવેન્ટ ઇન્ટરનેશનલે ફંડ રેઝિંગની દુનિયામાં મોટો ધડાકો કરતા કુલ 30 અબજ ડૉલર એટલે કે અંદાજે 2.5 લાખ કરોડ રૂપિયાનું જંગી ફંડ સફળતાપૂર્વક એકત્ર કરી લીધું છે. મંગળવારે જાહેર કરાયેલી વિગતો મુજબ આ રકમમાંથી લગભગ 27 અબજ ડૉલર તેમના 11મા ફ્લેગશિપ બાયઆઉટ ફંડ એટલે કે GPE XI માટે ફાળવવામાં આવ્યા છે, જેણે પોતાના 26 અબજ ડૉલરના ટાર્ગેટને પણ વટાવી દીધો છે. વર્ષ 2026માં અત્યાર સુધી ફંડ એકત્ર કરનારું આ સૌથી મોટું બાયઆઉટ ફંડ બની ગયું છે, જેમાં વિશ્વભરની પેન્શન ફંડ્સ, સોવરિન વેલ્થ ફંડ્સ અને ફામિલી ઓફિસિસ જેવા મોટા રોકાણકારોએ ઉત્સાહભેર ભાગ લીધો છે.

આ જંગી ફંડિંગ ઉપરાંત એડવેન્ટે માર્ચ મહિનામાં જ શરૂ કરેલી નવી મિડ-માર્કેટ સ્ટ્રેટેજી માટે પણ 3 અબજ ડૉલરથી વધુનું કમિટમેન્ટ મેળવ્યું છે. આ નવું મિડ-માર્કેટ ફંડ ઉત્તર અમેરિકા અને યુરોપની નાની કંપનીઓમાં 100 મિલિયનથી 350 મિલિયન ડૉલર સુધીનું ઇક્વિટી રોકાણ ટાર્ગેટ કરશે. બીજી તરફ ભારતની વાત કરીએ તો, એડવેન્ટે ઓક્ટોબર 2007માં CAMSમાં રોકાણ કરીને ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરી હતી અને 2009માં મુંબઈમાં ઓફિસ શરૂ કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં કંપનીએ ભારતમાં વિવિધ સેક્ટર્સમાં 23 રોકાણ દ્વારા કુલ 5.6 અબજ ડૉલરથી વધુનું રોકાણ કર્યું છે, જેમાં યથાર્થ હોસ્પિટલ્સ, આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ અને એપોલો 24/7 જેવા નામો સામેલ છે.

વર્ષ 1984માં સ્થપાયેલી અને હાલમાં 109 અબજ ડૉલરથી વધુની એસેટ્સ મેનેજ કરતી એડવેન્ટ માટે આ વર્ષ અત્યંત સક્રિય રહ્યું છે. કંપનીએ વર્ષ 2026માં અત્યાર સુધીમાં 27 બિઝનેસિસમાંથી રિયલાઈઝેશન દ્વારા રોકાણકારોને અંદાજે 13 અબજ ડૉલર પરત આપ્યા છે અને 38 નવા તથા જૂના બિઝનેસિસમાં આશરે 10 ਅબજ ડૉલરનું રોકાણ કર્યું છે. એડવેન્ટના મેનેજિંગ પાર્ટનર શ્વેતા જાલાનના જણાવ્યા મુજબ આ વૈશ્વિક ફંડ ભારત માટે પણ ખૂબ જ ઉત્સાહવર્ધક સાબિત થશે. આગામી સમયમાં કંપની ગ્લોબલ સ્તરે કોર્પોરેટ કાર્વ-આઉટ્સ અને પબ્લિક-ટુ-પ્રાઇવેટ ટ્રાન્ઝેક્શન્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત સહિતના એશિયા-પેસિફિક માર્કેટમાં પોતાની પકડ વધુ મજબૂત બનાવશે.

LATEST ARTICLES