JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

બ્રિટિશ બેંક Barclaysએ ટેસ્લાના શેરમાં કર્યો મોટો વધારો, એલોન મસ્કના એક નિવેદનથી બદલાયો માહોલ

Oct 26, 2026 | 22:21 | By JAMNAGAR MIRROR
બ્રિટિશ બેંક Barclaysએ ટેસ્લાના શેરમાં કર્યો મોટો વધારો, એલોન મસ્કના એક નિવેદનથી બદલાયો માહોલ
એલોન મસ્કે ટેસ્લા અને સ્પેસએક્સના મર્જરને સારો વિચાર ગણાવ્યા બાદ બ્રિટિશ બેંક Barclaysએ ટેસ્લાના શેર અપગ્રેડ કર્યા છે. બેંકે પ્રાઇસ ટાર્ગેટ વધારીને 450 ડોલર કર્યો છે, જેના કારણે રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ટેસ્લાના બોસ એલોન મસ્કે હાલમાં જ સ્પેસએક્સની અર્નિંગ્સ કૉલ દરમિયાન ટેસ્લા અને સ્પેસએક્સના સંભવિત મર્જર અંગે મોટું નિવેદન આપ્યું હતું. મસ્કે આ મર્જરને સારો વિચાર ગણાવ્યો હતો, જેની સીધી અસર માર્કેટ પર જોવા મળી છે. આ વાતને ધ્યાનમાં રાખીને પ્રખ્યાત બ્રિટિશ બેંક Barclaysએ ટેસ્લાના શેરમાં મોટો ફેરફાર કર્યો છે. બેંકે ટેસ્લાના શેર્સને ઇક્વલ વેઇટમાંથી અપગ્રેડ કરીને ઓવરવેઇટ કરી દીધા છે અને તેનો પ્રાઇસ ટાર્ગેટ 370 ડોલરથી વધારીને સીધો 450 ડોલર કરી નાખ્યો છે. બેંકના આ પગલાથી ટેસ્લાના શેર ધારકોમાં આગામી સમયમાં આશરે 21 ટકા જેટલો ફાયદો થવાની આશા બંધાઈ છે.

આ મોટા અપગ્રેડ પાછળ માત્ર મર્જરની ચર્ચા જ નહીં, પરંતુ ટેસ્લાના બિઝનેસમાં સુધારાની આશાઓ પણ મુખ્ય કારણ છે. એનાલિસ્ટ ડેન લેવીના જણાવ્યા અનુસાર, ટેસ્લાની કાર, એનર્જી અને રોબોટાઈ ઓપરેશન્સમાં પણ સારા સુધારા જોવા મળી શકે છે. મર્જરની સંભાવનાને કારણે ટેસ્લાના શેરમાં ઉછાળો આવી શકે છે કારણ કે સ્પેલાએક્સ સાથે જોડાવાથી રોકાણકારોને પ્રીમિયમ મળી શકે છે. જોકે, એલોન મસ્ક પોતે બંને કંપનીઓમાં મોટા હિસ્સેદાર હોવાથી આ મામલે સીધી ચર્ચામાં સામેલ નથી, પરંતુ બંને કંપનીઓએ સ્વતંત્ર ડિરેક્ટર્સની ખાસ કમિટી બનાવીને આ બાબતની ચકાસણી શરૂ કરી દીધી છે. બ્રિટિશ બેંકનું માનવું છે કે સ્પેસએક્સ દ્વારા ટેસ્લાનું ઓલ-સ્ટોક એક્વિઝિશન કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.

માત્ર મર્જર જ નહીં, પરંતુ ટેસ્લાના અન્ય બિઝનેસે પણ આ રેટિંગ સુધારવામાં મોટો ભાગ ભજવ્યો છે. છેલ્લા બે વર્ષની મંદી બાદ હવે ટેસ્લાનો ઓટોમોટિવ બિઝનેસ આ વર્ષે ફરી ગ્રોથ પકડશે તેવી પૂરી શક્યતા છે. આ ઉપરાંત, શંઘાઈ ફેક્ટરીની એક્સપોર્ટ, ડેટા સેન્ટર્સની માંગને કારણે 2027 સુધી ફૂલ બુક થયેલું એનર્જી બિઝનેસ અને રોબોટાઈ ફ્લીટના વધતા માઇલેજે પણ બેંકનો આત્મવિશ્વાસ વધાર્યો છે. જો કે, હાલમાં કોઈ અંતિમ ડીલ ફાઇનલ નથી થઈ અને મસ્કે પણ આ બાબતે ઉતાવળ ન કરવા ચેતવણી આપી છે, છતાં Barclaysના આ પોઝિટિવ રિપોર્ટથી ટેસ્લાના શેરમાં પ્રી-માર્કેટ ટ્રેડિંગમાં આશરે 2 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

LATEST ARTICLES