આપણે ત્યાં હવે રિન્યુએબલ એનર્જી એટલે કે સૌર અને પવન ઉર્જા જેવા ગ્રીન પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા માટે સરકારો પણ એક્શન મોડમાં આવી ગઈ છે. તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારે એક શાનદાર જાહેરાત કરી છે, જેની ચર્ચા બિઝનેસ વર્તુળોમાં જોરશોરથી ચાલી રહી છે. સરકારે ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ લગાવવા માંગતી કંપનીઓ માટે જમીનની ફીમાં પૂરા 25 ટકાનો ઘટાડો કરવાનો મોટો નિર્ણય લીધો છે. આનાથી ઉદ્યોગકારોને નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં મોટો આર્થિક સહારો મળી રહેશે અને રાજ્યમાં ક્લીન એનર્જીનું ઉત્પાદન વધશે.
જોકે, સરકાર તરફથી આમાં એક ખાસ શરત પણ મૂકવામાં આવી છે. આ ખાસ છૂટનો લાભ ફક્ત તે જ કંપનીઓને મળશે જેમને આપેલી જમીનનો ઉપયોગ માત્રને માત્ર રિન્યુએબલ એનર્જી અથવા તો ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સના વિકાસ માટે જ કરતી હોય. જો જમીનનો હેતુ બદલાયો તો આ છૂટ રદ થઈ શકે છે. સરકારના આ કદમથી રાજ્યમાં નવી ટેકનોલોજી આધારિત ઉર્જા પ્રોજેક્ટ્સ ઝડપથી આગળ આવશે અને ઇન્વેસ્ટર્સ પણ આ ક્ષેત્રમાં પૈસા રોકવા માટે વધુ ઉત્સાહિત થશે.
આગામી સમયમાં આ નિર્ણયથી મહારાષ્ટ્રમાં ગ્રીન એનર્જી સેક્ટરમાં મોટો ઉછાળો જોવા મળે તેવી પૂરી શક્યતા છે. દેશભરમાં જ્યારે પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ મુક્ત વીજળીની માંગ વધી રહી છે, ત્યારે સરકારો દ્વારા લેવાતા આવા નિર્ણયો પાવર સેક્ટર માટે ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યા છે. સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઊભી થવાની સાથે દેશના ઉર્જા લક્ષ્યોને પણ આનાથી મોટો વેગ મળશે.
