JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

રાજકોટમાં દિવાળી ટાણે જ પોલીસ અને મનપા વચ્ચે ફટાકડાના સ્ટોલની મંજૂરી બાબતે થઈ રساસાણી

Oct 26, 2026 | 16:35 | By JAMNAGAR MIRROR
રાજકોટમાં દિવાળી ટાણે જ પોલીસ અને મનપા વચ્ચે ફટાકડાના સ્ટોલની મંજૂરી બાબતે થઈ રساસાણી
રાજકોટમાં દિવાળીના તહેવારોને લઈને ફટાકડા વેચવા માટે મનપાએ મંજૂર કરેલી ૩૦ અરજીઓ પોલીસે પાછી મોકલી દીધી છે. ફાયર વિભાગ અને પોલીસ વચ્ચેની આ લાલફીતશાહીના કારણે વેપારીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે, જ્યારે અત્યાર સુધીમાં ફાયર વિભાગ પાસે કુલ 205 અરજીઓ આવી પહોંચી છે.

દિવાળીનો તહેવાર એટલે આકાશમાં રોશની અને જમીન પર ફટાકડાની આતશબાજી. આ દિવસોમાં બજારમાં ખાસ્સી ચહલપહલ જોવા મળે છે અને નાના-મોટા વેપારીઓ ફટાકડાના અસ્થાયી સ્ટોલ શરૂ કરીને બે ટૂકડા કમાવવાની આશા રાખતા હોય છે. પરંતુ રાજકોટમાં આ વખતે દિવાળી પહેલા જ ફટાકડાના વેપારને લઈને તંત્રની અંદર જ અસમંજસ સર્જાઈ છે. પરિસ્થિતિ એવી બની છે કે રાજકોટ મનપાના ફાયર વિભાગ દ્વારા નિયમો ચકાસીને મંજૂર કરવામાં આવેલી ૩૦ જેટલી અરજીઓ પોલીસ કમિશનરના જાહેરનામાની અમલવારી બાબતે પોલીસ તંત્ર દ્વારા સીધી રિટર્ન કરી દેવામાં આવી છે.

આ સમગ્ર માને લઈને ઇન્ચાર્જ ડે. ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ફટાકડાનો વેપાર કરવા માટે ઓરિજિનલ ફાયર એનઓસીની ખાસ જરૂર હોતી નથી, પરંતુ ફાયર વિભાગનો અભિપ્રાય લેવો ફરજિયાત હોય છે અને તેના આધારે જ પોલીસ દ્વારા લાયસન્સ કે મંજૂરી આપવામાં આવતી હોય છે. આ ટેમ્પરરી લાયસન્સ મેળવવા માટે વેપારીઓએ સ્ટોલ પર 1,000 લીટર પાણીની ક્ષમતાવાળી ટાંકી કે હોઝ રીલ રાખવી પડે છે. આ ઉપરાંત આગ પર કાબૂ મેળવવા માટે સી.ઓ.ટૂ. અને એ.બી.સી. પ્રકારના ફાયર એક્સટિંગ્વિશર તેમજ ફાયર મોડ્યુલ જેવા બેઝિક ફાયર સેફ્ટીના સાધનો ફરજિયાત છે. વેપારીઓને આ સાધનો વાલવતા આવડે છે કે નહીં તેની ખાતરી કર્યા બાદ જ ફાયર વિભાગ અભિપ્રાય આપે છે. અત્યાર સુધીમાં શહેરમાંથી કુલ 205 અરજીઓ આવી છે, જેમાંથી 13 જગ્યાએ ચેકિંગ કરીને અભિપ્રાય આપી દેવાયો છે અને બાકીની 192 અરજીઓ પર હાલ કામગીરી ચાલી રહી છે.

બીજી બાજુ, તહેવારો ટાણે જ શેરીઓ અને ગલીઓમાં કે પછી ભારે ટ્રાફિકવાળા ચોકોમાં રેકડીઓ લગાવીને ફટાકડા વેચનારા ફેરિયાઓ સામે પણ મોટો સવાલ ઉભો થયો છે. જો આવી રેકડીઓમાં ક્યાંકથી ફટાકડાનો તણખો ઉડીને આવે અને મોટી દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની? આ સવાલના જવાબમાં મનપાના ફાયર અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ફાયર બ્રિગેડનું કામ માત્ર ફાયર સેફ્ટીના સાધનો ચેક કરીને અભિપ્રાય આપવાનું છે, જ્યારે રોડ પર રેકડીઓમાં ગેરકાયદે કે મંજૂરી વગર વેચાતા ફટાકડા સામે કાર્યવાહી કરવાની સંપૂર્ણ જવાબદારી પોલીસ વિભાગની છે. આમ, પોલીસ અને મનપાની આ દોડધામ વચ્ચે સાચા વેપારીઓ અસમંજસમાં મૂકાયા છે કે આખરે તેમણે ફટાકડા વેચવાની મંજૂરી મેળવવા ક્યાં ધક્કા ખાવા.

LATEST ARTICLES