JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

અમેરિકા અને ઈરાન વચ્ચે ગમે ત્યારે ફાટી નીકળી શકે છે યુદ્ધ, ટ્રમ્પની એક જ લીલી ઝંડીની રાહ

Oct 26, 2026 | 16:26 | By JAMNAGAR MIRROR
અમેરિકા અને ઈરાન વચ્ચે ગમે ત્યારે ફાટી નીકળી શકે છે યુદ્ધ, ટ્રમ્પની એક જ લીલી ઝંડીની રાહ
અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકન પ્રશાસને ઈરાન પર હુમલો કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને હવે માત્ર ડોનાલ્ડ ટ્રમ્પના આદેશની જ રાહ જોવાય રહી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે ગમે ત્યારે ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે તેમ લાગે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકન મિલિટરી અને ડિફેન્સ વિભાગે ઈરાન સામે સચોટ હુમલો કરવા માટેનો સંપૂર્ણ એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. અમેરિકાના ટોચના અધિકારીઓના જણાવ્યા મુજબ, હવે આ સવાલ એ નથી કે હુમલો થશે કે નહીં, પરંતુ સવાલ એ છે કે ક્યારે થશે. ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી માત્ર એક જ ગ્રીન સિગ્નલ મળવાની દેેેર છે, અને ત્યારબાદના 96 કલાકની અંદર અમેરિકા ઈરાનની ધરતી પર ધમાકેદાર એક્શન લેવા માટે સંપૂર્ણપણે તૈયાર બેઠું છે.

મધ્ય પૂર્વના આ સંવેદનશીલ માહોલને કારણે આખી દુનિયાની નજર અમેરિકા અને ઈરાનના આ ખતરનાક ખેલ પર ટકેલી છે. ઈરાન પણ પોતાની સૈન્ય તાકાત વધારીને બેઠું છે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર હોવાના દાવા કરી રહ્યું છે. જો ટ્રમ્પ આ મામલે સખત પગલાં લેવાનો નિર્ણય કરશે, તો આગામી કેટલાક જ કલાકોમાં ગલ્ફ કન્ટ્રીઝમાં યુદ્ધના એંધાણ વર્તાઈ શકે છે, જેનાથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ અને અર્થવ્યવસ્થા પર માઠી અસર પડવાની પૂરી શક્યતા છે.

અત્યારે તો આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે શું અમેરિકા ખરેખર કોઈ મોટું સૈન્ય અભિયાન છેડશે કે પછી કોઈ કૂટનીતિક રસ્તે મામલો શાંત થશે. જોકે, ગ્રાઉન્ડ પરની સ્થિતિ જોઈને તો એવું જ લાગે છે કે બંને દેશો વચ્ચે ગમે ત્યારે મોટો ધડાકો થઈ શકે છે અને વાચકોએ આ મોટા વૈશ્વિક સમાચાર પર નજર રાખવી જ પડશે.

LATEST ARTICLES