JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ઇઝરાયેલમાં સત્તાની ખુરશી માટે ટક્કર, ઇરાન સામેના સૈન્ય પગલાં મુદ્દે પીએમ નેતન્યાહુ અને IDF ચીફ आमने-सामने

Oct 26, 2026 | 10:20 | By JAMNAGAR MIRROR
ઇઝરાયેલમાં સત્તાની ખુરશી માટે ટક્કર, ઇરાન સામેના સૈન્ય પગલાં મુદ્દે પીએમ નેતન્યાહુ અને IDF ચીફ आमने-सामने
ઇઝરાયેલના રાજકારણમાં આગામી ઇલેક્શન પહેલા ભારે ગરમાવો આવ્યો છે. પીએમ બેન્જામિન નેતન્યાહુ અને IDF ચીફ વચ્ચે ઇરાન સામે મિલિટરી એક્શન લેવા બાબતે ગંભીર મતભેદો સામે આવ્યા છે. નેતન્યાહુ ચૂંટણીના માહોલ વચ્ચે ઇરાનને મોટો ખતરો ગણાવીને એક્શન ઇચ્છે છે, જ્યારે બીજી તરફ આ રણનીતિ પાછળ રાજકીય ફાયદો મેળવવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ઇઝરાયેલના ટોચના નેતૃત્વમાં જ અંદરખાને ભારે તણાવ ચાલી રહ્યો છે. દેશના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને IDF ચીફ ઇયાલ ઝામીર વચ્ચે ઇરાન સામે સંભવિત મિલિટરી એક્શન મુદ્દે જોરદાર ઘર્ષણ જોવા મળ્યું છે. આગામી ઇલેક્શન બરાબર માથે છે ત્યારે આ પ્રકારના મતભેદો બહાર આવતા રાજકીય ગલીઓમાં ચર્ચાનો વિષય બન્યા છે કે શું આ સૈન્ય રણનીતિ પાછળ કોઈ રાજકીય હિત છુપાયેલા છે કે કેમ?

વડાપ્રધાન નેતન્યાહુનું માનવું છે કે ઇરાન તરફથી ઇઝરાયેલ પર સતત મોટો અને ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. આ જ કારણ છે કે તેઓ અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના સમયનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને ઇરાન સામે તાત્કાલિક ધોરણે આક્રમક પગલાં લેવા ઈચ્છે છે. બીજી તરફ, સૈન્ય વડા આ મામલે થોડા સાવચેતીભર્યા અભિગમની તરફેણમાં છે, જેના કારણે બંને વચ્ચે ટકરાવની સ્થિતિ સર્જાઈ છે.

આગામી ઇલેક્શનના સમીકરણો પણ અત્યંત રોચક અને કાંટે કી ટક્કર જેવા બની ગયા છે. નેતન્યાહુને ગાડી આઈઝેનકોટ તરફથી મજબૂત હરીફાઈ મળી રહી છે. રાજકીય વિશ્લેષકોનું માનીએ તો, ઇલેક્શનના પરિણામો પછી કોઈ સ્પષ્ટ બહુમતી ન મળે તેવી પૂરી શક્યતા છે, જેના કારણે ઇઝરાયેલમાં રાજકીય ડેડલોક સર્જાઈ શકે છે. સત્તા ટકાવી રાખવા કે મેળવવાની આ રસાકસીમાં ઇરાન વિરુદ્ધના સૈન્ય નિર્ણયોનો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે થઈ રહ્યો હોવાની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે.

LATEST ARTICLES