મિશિગનમાં યોજાનારી એક રેલી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો અને જનતા સાથે વાતચીતમાં કેનેડા સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ખુલ્લેઆમ કહ્યું કે કેનેડા ટ્રેડના મામલે યુએસનો ગેરવાજબી ફાયદો ઉઠાવી રહ્યું છે. ટ્રમ્પના મતે, આ સ્થિતિ લાંબા સમયથી ચાલી રહી છે અને તેના કારણે અમેરિકી અર્થતંત્રને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે.
આ આખા વિવાદ વચ્ચે ટ્રમ્પે રાહતના સમાચાર પણ આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે કેનેડા સાથેની વાતચીત હવે સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે અને બંને દેશો એક મજબૂત સમજૂતી એટલે કે ડીલની નજીક પહોંચી ગયા છે. પરંતુ ટ્રમ્પે પોતાની જીદ સ્પષ્ટ કરી દીધી છે કે તેઓ કોઈ ટૂંકાગાળાની નહીં, પણ લાંબા સમય સુધી અમેરિકી અર્થતંત્રને ફાયદો કરાવે તેવી મજબૂત ડીલ જ ઈચ્છે છે.
અમેરિકા અને કેનેડા વચ્ચેના આ વ્યાપારિક સમીકરણો પર આખી દુનિયાની નજર છે. હવે જોવાનું એ રહે છે કે ટ્રમ્પની શરતો મુજબ આ મહત્ત્વની ડીલ ક્યારે આખરી સ્વરૂપ લે છે અને કેનેડા આ મામલે શું વલણ અપનાવે છે. આ કરારથી બંને દેશોના ટ્રેડ માર્કેટ પર મોટી અસર પડવાની પૂરી શક્યતા છે.
