ટેક વર્લ્ડમાં અત્યારે ટેસ્લા અને સ્પેસએક્સના બોસ એલોન મસ્ક અને યુક્રેન વચ્ચે મોટો વિવાદ ચાલી રહ્યો છે. એલોન મસ્કે તાજેતરમાં એવો દાવો કર્યો હતો કે યુક્રેને આક્રમક હુમલાઓ માટે સ્ટારલિંકની સેવાઓનો ઉપયોગ કરીને કંપનીના ટર્મ્સ ઓફ સર્વિસનો ભંગ કર્યો છે. મસ્કના આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જાગી છે, કારણ કે યુદ્ધની સ્થિતિમાં ઇન્ટરનેટ અને કમ્યુનિકેશન કનેક્ટિવિટી સૌથી મોટો સહારો હોય છે.
મસ્કના આ દાવા સામે યુક્રેનના જાણકાર અને અધિકારીઓએ સખત વાંધો ઉઠાવ્યો છે. સે
આ સમગ્ર વિવાદ પછી હવે યુક્રેન સરકાર લાંબા ગાળાના રસ્તાઓ વિશે વિચારી રહી છે. વિદેશી પ્રોવાઇડર્સ પરની નિર્ભરતા ઘટાડવા માટે યુક્રેન હવે અન્ય વૈકલ્પિક સેટેલાઇટ કમ્યુનિકેશન નેટવર્કની પણ શોધખોળ કરી રહ્યું છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. એલોન મસ્કના આ નિવેદનથી સ્પેસએક્સ દ્વારા યુક્રેનને મળી રહેલા સપોર્ટ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે અને ટેક કંપનીઓ તથા દેશો વચ્ચેના સંબંધોમાં ટેન્શન વધી ગયું છે.
