નોકરી કરતા લોકો માટે પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફ એ રિટાયરમેન્ટ પછીનો સૌથી મોટો સહારો હોય છે. સામાન્ય રીતે પીએફ ખાતાધારકો દર વર્ષે મળતા વ્યાજની આતુરતાથી રાહ જોતા હોય છે. પરંતુ ઘણીવાર માર્કેટની અસ્થિરતા કે કોઈ કંપનીના બોન્ડ ડૂબવાને કારણે વ્યાજના દર પર અસર પડવાની સંભાવના રહેતી હોય છે. આ જ જોખમને નાબૂદ કરવા માટે હવે ઈપીએફઓ દ્વારા એક શાનદાર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ, સભ્યોના વ્યાજની રકમ સુરક્ષિત રહે અને તેમાં કોઈ ઘટાડો ન થાય તે માટે 25,000 કરોડ રૂપિયાનું એક મોટું 'વૉર ચેસ્ટ' એટલે કે સ્ટેબિલાઈઝેશન રિઝર્વ ઊભુ કરવા પર વિચાર ચાલી રહ્યો છે.
આ નવા પ્રસ્તાવ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કોર્પોરેટ બોન્ડ ડિફોલ્ટ કે માર્કેટના મોટા उतार-चढ़ावની પીએફના વ્યાજ પર કોઈ માઠી અસર ન પડે. સામાન્ય રીતે ઈટીએફમાંથી થતી સરપ્લસ કમાણીનો ઉપયોગ કરીને આ ફંડ તૈયાર કરવામાં આવશે, જેને બાદમાં સુરક્ષિત ગવર્નમેન્ટ સિક્યોરિટીઝમાં ઇન્વેસ્ટ કરવામાં આવશે. અત્યાર સુધીના આંકડા અને કામગીરી પર નજર કરીએ તો, આ પ્રકારનું રિઝર્વ ફંડ ગમે તેવી માર્કેટની મંદીમાં પણ વ્યાજદરને સ્થિર રાખવામાં અત્યંત અસરકારક સાબિત થઈ શકે છે.
જો આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી મળી જાય છે, તો દેશભરના કરોડો પીએફ મેમ્બર્સ માટે આ એક ખૂબ જ રાહતસભર સમાચાર સાબિત થશે. નોકરીયાતો નિશ્ચિંત થઈ શકશે કે માર્કેટ ગમે તેટલું ઉપર-નીચે થાય, પરંતુ તેમની મહેનતની કમાણી પર મળનારું વ્યાજ સુરક્ષિત જ રહેશે. ઈપીએફઓનું આ કદમ લાંબા ગાળે સામાન્ય કર્મચારીઓના આર્થિક ભવિષ્યને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવવામાં સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે.
