JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

યુપીમાં વોટર લિસ્ટની ચોખાઈ શરુ, 10 એપ્રિલથી ભરાયેલા તમામ ફોર્મનું થશે ખાસ ઓડિટ

Oct 25, 2026 | 21:45 | By JAMNAGAR MIRROR
યુપીમાં વોટર લિસ્ટની ચોખાઈ શરુ, 10 એપ્રિલથી ભરાયેલા તમામ ફોર્મનું થશે ખાસ ઓડિટ
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પંચે વોટિંગ લિસ્ટ એકદમ સાફ અને પારદર્શક રાખવા માટે મોટો નિર્ણય લીધો છે. 10 એપ્રિલ પછી ભરાયેલા તમામ વોટર ફોર્મનું હવે ઝીણવટભર્યું ઓડિટ કરવામાં આવશે, જેથી ડુપ્લિકેટ એન્ટ્રીઓ દૂર થઈ શકે અને ચૂંટણી પ્રક્રિયા વધુ મજબૂત બને.

ચૂંટણી ટાણે પારદર્શિતા જાળવવા માટે ઉત્તર પ્રદેશના ચીફ ઇલેક્ટોરલ ઓફિસરે એક મોટું કદમ ઉઠાવ્યું છે. રાજ્યમાં ચૂંટણીલક્ષી ગતિવિધિઓને વધુ મજબૂત અને ભરોસાપાત્ર બનાવવા માટે 10 એપ્રિલ પછી ભરાયેલા તમામ વોટર ફોર્મનું વ્યાપક ઓડિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ખાસ ઓડિટ પાછળનો મુખ્ય હેતુ વોટર લિસ્ટમાંથી ડુપ્લિકેટ એન્ટ્રીઓને કાયમ માટે હટાવવાનો અને મતદાર યાદી એકદમ શુદ્ધ બનાવવાનો છે. આ કામગીરી સાથે જોડાયેલા તમામ અધિકારીઓને પેન્ડિંગ ફોર્મ્સ અને ફરિયાદોનો નિકાલ ઝડપથી લાવવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.

આગામી સમયમાં 12 નવેમ્બરથી સ્પેશિયલ સમરી રિવિઝન પ્રોસેસ શરૂ થવા જઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગયું છે. આ પ્રક્રિયા દરમિયાન ખાસ કરીને બબ્ધ વખત નામ નોંધાઈ ગયા હોય તેવા કિસ્સાઓ શોધીને તેને તાત્કાલિક દૂર કરવામાં આવશે. આ કામગીરીમાં કોઈ પણ પ્રકારની લાપરવાહી સાંખી લેવામાં નહીં આવે તેવી કડક ચેતવણી પણ આપવામાં આવી છે. જો કોઈ બૂથ લેવલ ઓફિસર કે અન્ય સ્ટાફ દ્વારા કોઈપણ પ્રકારની ક્ષતિ કે બેદરકારી સામે આવશે, તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

તમામ સુપરવાઈઝરોને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેઓ નિયમોનું ચુસ્તપણે પાલન કરે અને પોતાની દૈનિક કામગીરીનો રિપોર્ટ સમયસર પહોંચાડે. આ સમગ્ર ઓડિટ અને રિવિઝન અભિયાનનો હેતુ એ જ છે કે લોકશાહીના આ મહાપર્વમાં કોઈપણ સાચા મતદારનું નામ કીથી વંચિત ન રહી જાય અને બોગસ મતદાનને સંપૂર્ણપણે રોકી શકાય. યુપી તંત્રની આ કડક કાર્યવાહીથી રાજકીય ગલિયારોમાં પણ ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે.

LATEST ARTICLES