જમવાની થાળીમાં જો કોઈ ચટપટી વાનગી કે અથાણું ન હોય તો ખાવાની મજા અધૂરી લાગે છે. આમ તો કેરી અને લીંબુનું અથાણું તો આપણે બધાએ વર્ષોથી ખાધું જ છે, પણ આ શિયાળામાં કંઇક નવો અને ચટપટો સ્વાદ ચાખવો હોય તો ફ્લાવર અને લીલા મરચાંનું મિક્સ અથાણું એકદમ બેસ્ટ ઓપ્શન છે. શિયાળાની ઠંડીમાં ગરમાગરમ રોટલી સાથે આવું મસાલેદાર અથાણું મળી જાય તો પછી બીજું શું જોઈએ? આ અથાણું દેખાવમાં જેટલું લાલચામું લાગે છે, ખાવામાં તેટલું જ જબરદસ્ત ટેસ્ટી હોય છે.
આ અથાણું બનાવતી વખતે જ્યારે વરિયાળી, રાઈ અને સરસવના તેલનો વઘાર મસાલા સાથે ભળે છે, ત્યારે તેની સુગંધથી જ આખું ઘર મહેકી ઉઠે છે. ખાસ કરીને શિયાળામાં ફ્લાવર સરસ ફ્રેશ મળે છે અને તીખા લીલા મરચાંનો સાથ મળી જાય એટલે પૂછવું જ શું! આ અથાણાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે બનાવવામાં ખૂબ જ સરળ છે અને તેને બનાવવા માટે કોઈ લાંબી ઝંઝટ કે કલાકોની રાહ નથી જોવી પડતી.
આ ચટપટી વાનગી ખાધા પછી ઘરના બધા જ સભ્યો આંગળા ચાટતા રહી જશે અને રોજની ભૂખ કરતાં 1 ની જગ્યાએ 4 રોટલી વધારે ખાવા મજબૂર થઈ જશો. તો પછી રાહ કોની જુઓ છો? રસોડામાં જઈને ફટાફટ આ મસાલેદાર ફ્લાવર-મરચાંનું અથાણું બનાવો અને શિયાળાની આ સુંવાળી ઠંડીમાં તમારા આખા પરિવાર સાથે જમવાનો આનંદ બેવડો કરો.
