પંજાબમાં નશાના કારોબાર સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે છતાં આવા કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરમાં જલંધરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયો છે, જેમાં એક યુવક નશામાં એટલો બધો ધૂત છે કે તેનાથી સીધું પણ નથી ઊભા રહી શકાતું અને તે કેમેરા સામે આગળ-પાછળ લથડિયા ખાતો નજરે પડે છે. આ વીડિયો મોબાઈલ કેમેરામાં રેકોર્ડ થયા બાદ ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો, જેના પર પોલીસનું ધ્યાન જતાં જ તુરંત એક્શન લેવામાં આવ્યા હતા.
આ મામે એસીપી આતિશ ભાટિયાએ જણાવ્યું કે પોલીસે વીડિયોની ગંભીર નોંધ લઈને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન નશાની હાલતમાં દેખાતા આ યુવકની ઓળખ વરુણ ઉર્ફે રવિ કુમાર તરીકે થઈ છે. પોલીસે તેને ઝડપી પાડીને તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરનો ગુનો નોંધી લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ યુવક વિરુદ્ધ અગાઉથી જ ગુનાહિત કેસ નોંધાયેલા છે અને તે અગાઉ કપૂરથલા જેલની હવા પણ ખા ચુકો છે.
ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં જ કપૂરથલામાંથી એક 12થી 13 વર્ષના નાની વયના બાળકના નશો કરતા વીડિયોએ ભારે હોબાળો મચાવ્યો હતો. રાજ્યમાં બાળકો અને યુવાનોમાં વધી રહેલા નશાના આ દૂષણે ચિંતાના વાદળો ઘેરાયા છે. હાલ તો આ વાયરલ વીડિયોને પગલે જલંધર પોલીસ હરકતમાં આવી ગઈ છે અને નશાના આ રસ્તે ધકેલાતા યુવાનો સુધી પહોંચવા માટે સઘન તપાસ હાથ ધરી છે.
