JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

પશ્ચિમ બંગાળમાં મોટો હચમચી જાય તેવો બનાવ: 17 વર્ષની સગીરાની દુષ્કર્મ બાદ હત્યાની આશંકા

Oct 25, 2026 | 21:45 | By JAMNAGAR MIRROR
પશ્ચિમ બંગાળમાં મોટો હચમચી જાય તેવો બનાવ: 17 વર્ષની સગીરાની દુષ્કર્મ બાદ હત્યાની આશંકા
પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગણા જિલ્લામાં એક સગીરાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે તણાવ ફેલાયો છે. સંગીતના પ્રોગ્રામમાં ગઈ હતી ત્યારે રાત્રે ફોન આવતા તે બહાર ગઈ હતી અને પછી પરત ફરી નહોતી. પોલીસે એક સંબંધીની અટકાયત કરીને આગળની તપાસ શરૂ કરી છે.

પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગણા જિલ્લાના ગાઈઘાટા વિસ્તારમાંથી એક અત્યંત હચમચી નાખનારા સમાચાર સામે આવ્યા છે. રવિવારે સવારે ઘર નજીકથી જ એક 17 વર્ષની સગીરાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા આખા વિસ્તારમાં ભારે તણાવ અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં આ કેસ દુષ્કર્મ બાદ હત્યાનો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છે. ગાઈઘાટા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ ગંભીર ક્રાઈમ મામલે સઘન તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આ જઘન્ય અપરાધમાં શંકાના આધારે મૃતક સગીરાના જ એક સંબંધીની અટકાયત કરી છે અને તેની કડક પૂછપરછ ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ, શનિવારે રાત્રે આ સગીરા તેના પરિવારના સભ્યો અને ફ્રેન્ડ્સ સાથે ઘર નજીક જ યોજાયેલા એક મ્યુઝિકલ પ્રોગ્રામમાં ગઈ હતી. આ પ્રોગ્રામ મોડી રાત સુધી ચાલ્યો હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે આશરે 12 વાગ્યાના અરસામાં સગીરાના મોબાઈલ ફોન પર કોઈનો કોલ આવ્યો હતો. કોલ આવ્યા બાદ તે પ્રોગ્રામના સ્થળેથી અચાનક બહાર નીકળી ગઈ હતી અને ત્યારબાદ તે પાછી ફરી નહોતી. પ્રોગ્રામ પત્યા બાદ પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તેનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો. આખી રાત ચિંતામાં વીત્યા બાદ રવિવારે સવારે તેનો નિર્જીવ દેહ એક સંબંધીના ઘરની પાછળથી જ મળી આવ્યો હતો.

આ મા અંગે મૃતકની માસીએ જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ તેઓ પરિવાર સાથે મ્યુઝિકલ ફંક્શનમાં જવા નીકળ્યા હતા. રસ્તામાં સગીરા મળી હતી અને તેણે કહ્યું હતું કે તે પણ તેની ફ્રેન્ડ સાથે આ જ ફંક્શનમાં જવાની છે. પ્રોગ્રામ પૂરો થયા પછી તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે ખબર પડી કે સગીરા હજુ સુધી ઘરે આવી નથી. પરિવારજનોએ તેના મોબાઈલ પર કોલ કર્યો હતો, પરંતુ ફોન પર હોલ્ડ જેવું આવતું હતું. નેટવર્કની પ્રોબ્લેમ હશે એમ વિચારીને તેઓ સૂઈ ગયા હતા, પરંતુ સવારે આ ગોઝારી ઘટના વિશે જાણ થતાં સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે મૃતદેહ જે હાલતમાં મળી આવ્યો છે તે જોતા આ દુષ્કર્મ અને હત્યાનો મામલો હોઈ શકે છે. જો કે, મૃત્યુનું ચોક્કસ કારણ અને તેની સાથે દુષ્કર્મ થયું હતું કે નહીં તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. પોલીસે સગીરાના મૃતદેહને કબજે કરીને પીએમ માટે મોકલી આપ્યો છે. હાલ તો પોલીસે શંકાસ્પદ સંબંધીની પૂછપરછના આધારે આ ક્રાઈમની કડીઓ જોડવાની કોશિશ કરી રહી છે અને ખાતરી આપી છે કે દોષિતો સામે સખતમાં સખત એક્શન લેવામાં આવશે.

LATEST ARTICLES