JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
વાયરલ

અમરેલીમાં જંગલના રાજા અને ખેડૂત વચ્ચે અનોખો સંવાદ, આગળ ચાલ્યા જાવ કહેતા જ સિંહો ખેતરમાંથી થયા રવાના

Oct 25, 2026 | 20:45 | By JAMNAGAR MIRROR
અમરેલીમાં જંગલના રાજા અને ખેડૂત વચ્ચે અનોખો સંવાદ, આગળ ચાલ્યા જાવ કહેતા જ સિંહો ખેતરમાંથી થયા રવાના
અમરેલીના વડીયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામની સીમમાં ખેડૂત અને સિંહ વચ્ચેના અરસપરસ પ્રેમનો કિસ્સો સામે આવ્યો છે. ખેતરમાં અચાનક 4 સિંહો આવી ચઢતા ખેડૂતે ડર્યા વગર વિનંતી કરી હતી કે આગળ ચાલ્યા જાવ, જેને માનીને સિંહો શાંતિથી આગળ વધ્યા હતા. આ અદભુત ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ગુજરાતમાં સિંહોનું ખુલ્લેઆમ ફરવું અને લોકો સાથે તેમનો હળવાશભર્યો વ્યવહાર કોઈ નવી વાત નથી, પરંતુ જ્યારે જંગલના રાજા અને અન્નદાતા વચ્ચે અબોલ ભાષામાં પણ પ્રેમનો સેતુ બંધાય ત્યારે તે દ્રશ્ય જોવા જેવું બની જાય છે. આવો જ એક દિલને સ્પર્શી જાય તેવો કિસ્સો અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામની સીમમાંથી સામે આવ્યો છે. અહીંના ખેતરોમાં હાલ પાક લહેરાઈ રહ્યો છે અને ખેડૂતો પોતાની ખેતીની કામગીરીમાં દિવસ-રાત જોતરાયેલા છે. આવા વ્યસ્ત માહોલમાં અચાનક 4 સિંહો ધસી આવતા ખેડૂતો થોડીવાર માટે ચોંકી ગયા હતા અને અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી.

સામાન્ય રીતે જંગલના રાજાને સામે જોતા જ મોટાભાગના લોકોના શ્વાસ અધ્ધર થઈ જતા હોય છે, પરંતુ આ કિસ્સામાં ખેડૂતે દાખવેલી હિમ્મત કાબિલે તારીફ હતી. ખેતરમાં કામ કરી રહેલા એક સાહસિક ખેડૂતે જરાય ડર્યા વગર સિંહો સામે જોયું અને એકદમ સહજભાવે આદરપૂર્વક કહ્યું કે, "હે જંગલના રાજા, હવે તમે આગળ ચાલ્યા જાવ." આશ્ચર્યની પરાકાષ્ઠા તો ત્યારે સર્જાઈ જ્યારે આ શબ્દો સાંભળતાની સાથે જ સિંહો જાણે ખેડૂતની વાત સમજી ગયા હોય તેમ કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વિના કે ગુસ્સો કર્યા વિના શાંતિથી ત્યાંથી આગળ રવાના થઈ ગયા હતા.

અમરેલી પંથકમાં સિંહો અને માણસો વચ્ચેના આ સહઅસ્તિત્વ અને ભાઈચારાના ઉદાહરણો અગાઉ પણ સામે આવ્યા છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે પશુઓ ભલે બોલી ન શકતા હોય, પણ તેઓ માનવીના પ્રેમની ભાષા ચોક્કસ સમજી શકે છે. આ રોમાંચક અને અનોખી ક્ષણને કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોનારા દરેક લોકો ખેડૂતના સાહસ અને સિંહોની સમજદારીના વખાણ કરી રહ્યા છે.

LATEST ARTICLES