JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

લંડનમાં એલર્ટ: શું બ્રિટિશ નાગરિકો લાઈટ, પાણી અને ઈન્ટરનેટ વગર 3 દિવસ કાઢવા તૈયાર છે?

Oct 25, 2026 | 21:40 | By JAMNAGAR MIRROR
લંડનમાં એલર્ટ: શું બ્રિટિશ નાગરિકો લાઈટ, પાણી અને ઈન્ટરનેટ વગર 3 દિવસ કાઢવા તૈયાર છે?
યુકે સરકારે આગામી 3 વર્ષ માટે એક ખાસ 'બી રેડી' અભિયાન શરૂ કર્યું છે, જેમાં નાગરિકોને કટોકટીના સમય માટે અગાઉથી તૈયાર રહેવા અપીલ કરવામાં આવી છે. આ ઇનિશિએટીવ હેઠળ ઘરોમાં પૂરતો ખોરાક અને પાણીનો સ્ટોક રાખવા તેમજ જરૂરી મદદ માટે પ્રાયોરિટી સર્વિસીઝ રજિસ્ટરમાં નામ નોંધાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

આજકાલ દુનિયાના કોઈ પણ ખૂણે કુદરતી આફતો કે ટેક્નિકલ ખામીઓને કારણે અચાનક મુશ્કેલીઓ ઊભી થઈ જતી હોય છે. આવું જ કંઈક યુકેમાં ધ્યાનમાં રાખીને ત્યાંની સરકારે એક મોટું પગલું ભર્યું છે. યુકે સરકારે 'બી રેડી' નામનું એક નવું અભિયાન લોન્ચ કર્યું છે, જેનો હેતુ લોકોને કોઈપણ ઈમરજન્સી સ્થિતિ માટે પહેલેથી જ સાવચેત અને સજ્જ કરવાનો છે. આગામી 3 વર્ષ સુધી ચાલનારા આ કેમ્પેઈન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જો અચાનક લાઈટ વયા જાય, પીવાનું પાણી બંધ થઈ જાય કે પછી ઈન્ટરનેટ સેવા ઠપ થઈ જાય, તો પણ સામાન્ય લોકો મુશ્કેલીમાં મૂકાયા વગર પોતાના ઘરે ઓછામાં ઓછા 3 દિવસ કેવી રીતે વિતાવી શકે.

આ અભિયાન અંતર્ગત બ્રિટનના નાગરિકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે કે તેઓ પોતાના ઘરમાં ખાવા-પીવાની જરૂરી ચીજવસ્તુઓ અને પાણીનો પૂરતો જથ્થો અગાઉથી જ સ્ટોક કરીને રાખે. આ ઉપરાંત, કોઈ મોટી કટોકટી સર્જાય ત્યારે તાત્કાલિક મદદ મેળવવા માટે 'પ્રાયોરિટી સર્વિસીઝ રજિસ્ટર'માં પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાની પણ સલાહ આપવામાં આવી છે, જેથી જરૂરિયાતના સમયે વહેલી તકે સહાય પહોંચાડી શકાય. આ કોઈ નાનીસૂની વાત નથી, પરંતુ લોકોની સુરક્ષા માટેનું એક ગંભીર આયોજન છે.

લોકો સુધી આ મેસેજ સરખી રીતે પહોંચે અને જાગૃતિ ફેલાય તે માટે સરકાર એકલી કામ નથી કરી રહી. આ કેમ્પેઈનને સફળ બનાવવા માટે 500થી વધુ અલગ-અલગ ઓર્ગેનાઇઝેશન્સ એકસાથે મળીને કામ કરશે. આ તમામ સંસ્થાઓ મળીને લોકોને ઈમરજન્સી તૈયારીઓની સાચી રીતો અને ટિપ્સ શીખવશે, જેથી ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ બ્રિટિશ નાગરિકો ગભરાઈ જવાના બદલે હિંમત અને સમજદારીપૂર્વક તેનો સામનો કરી શકે.

LATEST ARTICLES