JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

જેમ્સ એન્ડરસનની લાગણી છલકાઈ, 25 વર્ષ બાદ લંકાશાયર છોડવું મારા હાથમાં નહોતું

Oct 25, 2026 | 20:09 | By JAMNAGAR MIRROR
જેમ્સ એન્ડરસનની લાગણી છલકાઈ, 25 વર્ષ બાદ લંકાશાયર છોડવું મારા હાથમાં નહોતું
ક્રિકેટ જગતના દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને સોશિયલ મીડિયા પર પોતાની પીડા વ્યક્ત કરી છે. લંકાશાયર ક્લબ સાથેના 25 વર્ષના લાંબા સફરનો આ પ્રકારે અંત આવશે તેવું તેણે ક્યારેય વિચાર્યું નહોતું. બાળપણથી જે ટીમનો ફેસ હતો તેના માટે રમવું એ તેના માટે એક સપનું સાકાર થવા જેવું હતું.

ક્રિકેટની દુનિયામાં લિજેન્ડરી ફાસ્ટ બોલર તરીકે જાણીતા જેમ્સ એન્ડરસનનું નામ આવે એટલે મોટી મોટી વિકેટો અને લાંબી બોલિંગ રનઅપ યાદ આવી જાય. ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યા બાદ હવે જેમ્સ એન્ડરસન પોતાના જૂના કાઉન્ટર ક્લબ લંકાશાયરથી પણ અલગ થઈ ગયો છે. આ વિદાય એટલી સરળ નથી રહી જેટલી બહારથી દેખાતી હતી. એન્ડરસને સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને પોતાના દિલની વાત ખુલીને કહી છે, જેણે તેના ફેન્સને પણ થોડા નિરાશ કરી દીધા છે.

પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં જેમ્સ એન્ડરસને લખ્યું છે કે જો બધું મારા હાથમાં હોત, તો આ રીતે આ સફરનો અંત ક્યારેય ન આવત. નાનો હતો ત્યારથી તે લંકાશાયર ટીમનો સપોર્ટર રહ્યો છે અને આ ક્લબ માટે પૂરા 25 વર્ષ સુધી ક્રિકેટ રમવું તેના માટે કોઈ સ્વપ્ન પૂરું થવા સમાન હતું. આટલા લાંબા સમય સુધી એક જ ટીમ સાથે જોડાયેલા રહેવું અને મેદાન પર શાનદાર પ્રદર્શન કરવું એ તેના જીવનનો સૌથી સુંદર ભાગ રહ્યો છે. જોકે, હવે આ સંબંધમાં આવેલો આ અચાનક અંત તેને થોડો ખૂંચી રહ્યો છે.

જેમ્સ એન્ડરસનની આ પોસ્ટ વાયરલ થયા બાદ ક્રિકેટ જગતમાં અને ફેન્સ વચ્ચે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે આ મહાન ખેલાડી સાથે ક્લબ મેનેજમેન્ટે યોગ્ય વર્તન કર્યું કે નહીં. સોશિયલ મીડિયા પર ફેન્સ આ બાબતે પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને એન્ડરસનના સમર્થનમાં કોમેન્ટ્સ કરી રહ્યા છે. 25 વર્ષ સુધી પોતાની બોલિંગથી મેદાન પર ગર્જના કરનાર આ ખેલાડીની આ પ્રકારની વિદાય ચોક્કસપણે એક યુગનો અંત દર્શાવે છે, પરંતુ ફેન્સના દિલમાં તેનું સ્થાન હંમેશાં ખાસ રહેશે.

LATEST ARTICLES