JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

વડાપ્રધાન મોદીએ વારાણસીમાં કર્યો ભવ્ય રોડ શો, વસ્ત્રોના નવા કારખાનાનું પણ કર્યું લોકાર્પણ

Oct 25, 2026 | 14:00 | By JAMNAGAR MIRROR
વડાપ્રધાન મોદીએ વારાણસીમાં કર્યો ભવ્ય રોડ શો, વસ્ત્રોના નવા કારખાનાનું પણ કર્યું લોકાર્પણ

જામનગર મિરર વિશેષ અહેવાલ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં એક વિશાળ અને ભવ્ય રોડ શો યોજ્યો હતો. રસ્તાની બંને બાજુએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત સ્થાનિક નાગરિકો અને પક્ષના કાર્યકરોએ ઉત્સાહભેર પુષ્પવર્ષા કરીને વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. આ અભૂતપૂર્વ સ્વાગતથી વારાણસીની ગલીઓ દેશભક્તિ અને ઉત્સવના માહોલમાં રંગાઈ ગઈ હતી.

આ ભવ્ય રોડ શો પહેલાં વડાપ્રધાને વારાણસીમાં એક અત્યાધુનિક ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ પહેલથી આ ક્ષેત્રમાં ઔદ્યોગિક રોકાણને વેગ મળશે તેમજ મહિલાઓનું સશક્તિકરણ પણ મજબૂત થશે. ખાસ કરીને મહિલાઓની ભાગીદારી વધારવા પર ભાર મૂકતા આ કેન્દ્રથી પ્રાદેશિક વિકાસને નવી ગતિ મળશે અને સ્થાનિક સ્તરે રોજગારીની અનેક તકો ઊભી થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

વૈશ્વિક સ્તરે ગ્રાહકો ધરાવતી આ કંપનીના આ નવા એકમથી વારાણસીમાં તૈયાર થતા વસ્ત્રો સીધા આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચી શકશે. આનાથી ભારતનું કાપડ ઉત્પાદન ક્ષેત્ર વધુ મજબૂત બનશે અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં દેશનું સ્થાન વધુ અગ્રેસર થશે.

ઉલ્લેખનીય છે કે વારાણસી ખાતે ભારતીય વાયુસેનાની સ્થાપનાના ચોંણુ વર્ષ નિમિત્તે આયોજિત ભવ્ય એર શો કાર્યક્રમમાં પણ વડાપ્રધાન ઉપસ્થિત રહેવાના છે, જેને લઈને સમગ્ર શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

LATEST ARTICLES