JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ઓપરેશન ટ્રાઈડન્ટ: સો કરોડના હવાલા કૌભાંડનો પર્દાફાશ, ડ્રગ્સ વિરોધી અભિયાનમાં અઢાર ઝડપાયા

Oct 25, 2026 | 10:20 | By JAMNAGAR MIRROR
ઓપરેશન ટ્રાઈડન્ટ: સો કરોડના હવાલા કૌભાંડનો પર્દાફાશ, ડ્રગ્સ વિરોધી અભિયાનમાં અઢાર ઝડપાયા

દેશમાં ડ્રગ્સના નેટવર્ક સામે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન છેડવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા 'ઓપરેશન ટ્રાઈડન્ટ'ની જાહેરાત કરવામાં આવી છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય નશાકારક પદાર્થોના કારોબાર સાથે જોડાયેલા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ વ્યાપક અભિયાન અંતર્ગત દેશના ઉત્તર-પૂર્વના રાજ્યો જેવા કે આસામ, મિઝોરમ અને મણિપુરમાં સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન મોટા પાયે ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો અને હવાલા રેકેટનો પડાફાશ થતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.

સંયુક્ત દરોડા અને સઘન તપાસ દરમિયાન અધિકારીઓએ કડક કાર્યવાહી કરીને અઢાર જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલ સાથે જોડાયેલા અનેક શંકાસ્પદ બેંક ખાતાઓને પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે સીલ કે ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. દરોડાની આ કાર્યવાહીમાં ડ્રગ્સના જથ્થા ઉપરાંત મોટા પ્રમાણમાં રોકડ રકમ અને વિસ્ફોટક સામગ્રી તેમજ ડિટોનેટર જેવા પ્રતિબંધિત સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે આ નેટવર્ક દેશની આંતરિક સુરક્ષા માટે પણ મોટો ખતરો બની બેઠું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સરકાર દેશમાંથી માદક દ્રવ્યોના આ સમગ્ર નેટવર્કને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. આગામી વર્ષ ૨૦૨૯ના અંત સુધીમાં દેશને ડ્રગ્સ મુક્ત બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ હવે પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે અને આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય મોટાં માથાંઓ અને વિદેશી કડીઓ સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધુ વિસ્તારી રહી છે.

LATEST ARTICLES