મહીસાગર જીલ્લામાં શિયાળુ સિઝન દરમિયાન સિંચાઈ માટેનું પાણી સમયસર નહીં મળે તેવી આશંકાએ ખેડૂતો અને વહીવટી તંત્ર વચ્ચે ભારે તણાવ સર્જાયો હતો. ભાદર ડેમમાંથી શિયાળુ પાક માટે પાણી નહીં ફાળવવામાં આવે તેવું દર્શાવતો એક પત્ર વાયરલ થતાં જ અન્નદાતાઓમાં રોષની આગ ભભૂકી ઉઠી હતી. આ ગંભીર સમસ્યાને કારણે જીલ્લાના ખાનપુર, લુણાવાડા અને વિરપુર તાલુકાના ખેડૂતોમાં પોતાના મોંઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી. ખેડૂતો દ્વારા આ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ખેડૂતોની આ ગંભીર સમસ્યાને અગ્રતા આપીને અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ નિદ્રાધીન બનેલું સિંચાઈ વિભાગ તાત્કાલિક સફાળું જાગી ગયું હતું. પરિસ્થિતિની ગંભીરતા અને ખેડૂતોના વધતા જતા રોષને પારખીને સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તુરંત જ મેદાને આવ્યા હતા. ખેડૂતોના પ્રશ્નોનું વત્વરિત નિરાકરણ લાવવા અને મામલો થાળે પાડવા માટે ખાનપુર તાલુકાના લીમડિયા ગામ ખાતે એક વિશેષ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક ખેડૂતો વચ્ચે આમળા-સામાણી બેઠક યોજાઈ હતી.
આ મહત્વપૂર્ણ બેઠકમાં અધિકારીઓએ ખેડૂતોની તમામ રજૂઆતો અને સમસ્યાઓને ધ્યાનપૂર્વક સાંભળી હતી. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને શિયાળુ પાક માટે પૂરતા પ્રમાણમાં પાણી વિતરણ અંગે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવાની ખાતરી આપવામાં આવી હતી. તંત્ર દ્વારા સત્તાવાર આશ્વાસન આપવામાં આવતા આંદોલનના માર્ગે ચડેલા ખેડૂતોમાં ભારે રાહત જોવા મળી છે અને વિવાદનો સુખદ અંત આવ્યો છે. અન્નદાતાઓના હક્કની લડત આખરે રંગ લાવી છે અને ખેડૂતોમાં હવે આગામી પાક સારો ઉતરવાની આશા બંધાઈ છે.
