વિશ્વભરમાં મકાન સામગ્રી અને નિર્માણ ક્ષેત્રે અગ્રેસર રહેલી જર્મનીની પ્રખ્યાત બહુરાષ્ટ્રીય કંપની 'કનાઉફ' દ્વારા ભારતીય અર્થતંત્રમાં મોટો દાવ લગાવવામાં આવ્યો છે. આ વૈશ્વિક કંપનીએ ભારતમાં આગામી સમયમાં રૂપિયા ત્રણ હજાર સાતસો વીસ કરોડનું વિશાળ મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી છે. આ રોકાણ દેશના વિવિધ ક્ષેત્રોમાં ઉત્પાદન ક્ષમતા વધારવા અને રોજગારીની નવી તકો ઊભી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે, જે દેશના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપશે.
આ મહત્વપૂર્ણ આર્થિક ભાગીદારી અંગે વાત કરતા જર્મન કંપનીના વરિષ્ઠ અદિકારીઓએ ભારત સરકારની નીતિઓની મુક્તકંઠે પ્રશંસા કરી છે. કંપનીએ ખાસ કરીને ભારતની સ્વદેશી ઉત્સાદનને પ્રોત્સાહન આપતી પહેલ 'વોકલ ફોર લોકલ' અભિયાનની ભારે સરાહના કરી છે. કંપનીનું માનવું છે કે ભારતમાં વ્યાપાર કરવાનું વાતાવરણ ખૂબ જ અનુકૂળ બન્યું છે અને સરકારની આત્મનિર્ભર ભારતની પરિકલ્પના વિદેશી રોકાણકારોને પણ આકર્ષી રહી છે.
નોંધનીય છે કે 'કનાઉફ' કંપની માત્ર એક કે બે દેશ પૂરતી સીમિત નથી, પરંતુ તે વિશ્વના નેવું કરતા પણ વધુ દેશોમાં પોતાના અત્યાધુનિક ઉત્પાદન એકમો અને વ્યાપારિક ગતિવિધિઓ સફળતાપૂર્વક ચલાવી રહી છે. હવે આ વૈશ્વિક કક્ષાની કંપનીના આગમનથી ભારતીય બજારમાં સ્પર્ધાત્મકતા વધશે અને ઉત્તમ ગુણવત્તાવાળી નિર્માણ સામગ્રી ઉપલબ્ધ થશે. આ રોકાણથી દેશના ઔદ્યોગિક ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ મળશે અને વિદેશી સીધા રોકાણમાં પણ ઉત્સાહજનક વધારો થશે તેવી પ્રબળ સંભાવના છે.
