JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

વાયબ્રન્ટ સમિટ પૂર્વે દક્ષિણ કોરિયાના પ્રવાસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વૈશ્વિક રોકાણ માટે યોજશે બેઠકો

Oct 23, 2026 | 11:25 | By JAMNAGAR MIRROR
વાયબ્રન્ટ સમિટ પૂર્વે દક્ષિણ કોરિયાના પ્રવાસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વૈશ્વિક રોકાણ માટે યોજશે બેઠકો

આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રણેતા સમાન અને રાજ્યમાં વૈશ્વિક મૂડીરોકાણને આકર્ષવા માટે ગુજરાત સરકાર દ્વારા અત્યારથી જ સઘન પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. આ કડીમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ દક્ષિણ કોરિયાના પાટનગર સિઓલ ખાતે પહોંચ્યું છે. આ પ્રવાસ દરમિયાન રાજ્યમાં નવીનતમ ટેક્નોલોજી અને ઔદ્યોગિક ભાગીદારીને વેગ આપવા માટે કોરિયાની અગ્રણી વૈશ્વિક કંપનીઓના વડાઓ સાથે કુલ દસ જેટલી મહત્વપૂર્ણ વન-ટુ-વન અને રાઉન્ડટેબલ બેઠકો યોજાનાર છે, જેનાથી બંને ક્ષેત્રો વચ્ચેના વેપારી સંબંધો વધુ મજબૂત બનશે.

આ પ્રવાસના પ્રથમ ચરણમાં નાયબ મુખ્યમંત્રી અને તેમનું ડેલિગેશન એડવાન્સ્ડ ટેક્નોલોજી સેન્ટર એસોસિએશનના વડાઓ સાથે બ્રેકફાસ્ટ બેઠક યોજીને અદ્યતન ટેક્નોલોજી ક્ષેત્રે પરસ્પર સહયોગ વધારવા પર ચર્ચા કરશે. આ ઉપરાંત કેમિકલ, ટેક્સટાઇલ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેમજ ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ જેવી કે કોલોન ઇન્ડસ્ટ્રીઝ, એલએસ ઇલેક્ટ્રિક અને યંગવન કોર્પોરેશનના મુખ્ય અગ્રણીઓ સાથે રૂબરૂ મુલાકાતો યોજાશે. કોરિયાની પ્રખ્યાત કાનૂની સંસ્થાઓ સાથે વિશેષ રાઉન્ડટેબલ બેઠક યોજીને ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા માટેના નિયમો અને રોકાણની સરળતા અંગે પણ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવશે જેથી વિદેશી રોકાણકારોને સરળતા રહે.

દિવસના ઉત્તરાર્ધમાં બાયોટેકનોલોજી, ફૂડ અને કન્ફેક્શનરી તેમજ બ્યુટી અને હેલ્થકેર ક્ષેત્રની વૈશ્વિક કંપનીઓના વડાઓ સાથે પણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. કોરિયાના ઉભરતા સ્ટાર્ટઅપ્સ સાથે ગુજરાતમાં ઇનોવેશન ઇકોસિસ્ટમ વિકસાવવા માટે વિશેષ ચર્ચા કરાશે. આ ઉપરાંત દિવસના અંતિમ ચરણમાં ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ ઇન કોરિયાના ઉપક્રમે એક ભવ્ય બિઝનેસ સેમિનાર અને ડિનરનું આયોજન થયું છે, જેમાં કોરિયન ઉદ્યોગજગત સાથે વ્યાપક સંવાદ સાધીને ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા માટેનું આમંત્રણ આપવામાં આવશે અને આ પ્રવાસ રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં સીમાચિહ્ન રૂપ સાબિત થશે.

LATEST ARTICLES