ગુજરાતના ભાવનગર શહેરના એક યુવાને કૌટુંબિક વિવાદ અને કાનૂની કાર્યવાહીથી કંટાળીને મહારાષ્ટ્રના એક ઊંચા પહાડ પરથી કૂદીને આપઘાત કરી લીધો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મૃતક યુવાન પોસ્ટ વિભાગમાં ફરજ બજાવતો હતો અને તેણે આ અંતિમ પગલું ભરતા પહેલા તેર મિનિટનો એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં તેણે પોતાની પત્ની અને તેના પરિવારજનો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ યુવાનના લગ્ન આ વર્ષની આઠમી ફેબ્રુઆરીના રોજ જ થયા હતા, પરંતુ માત્ર આઠ મહિનાના ટૂંકા સમયમાં જ દાંપત્યજીવનમાં ભારે કડવાશ આવી ગઈ હતી.
વીડિયોમાં યુવાને જણાવ્યું કે તેની પત્નીએ સબંધીઓ દ્વારા ઘરેલુ હિંસાનો ખોટો કેસ દાખલ કરાવ્યો હતો અને આ મામલે તેને અદાલતમાં પણ જવું પડ્યું હતું. તેણે માનસિક, આર્થિક અને સામાજિક દબાણના કારણે આત્યંતિક પગલું ભરવાની ફરજ પડી હોવાનું સ્પષ્ટ કર્યું છે. યુવાને કાયદાકીય જોગવાઈઓ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા અને જણાવ્યું હતું કે આજની યુવા પેઢી લગ્નજીવનથી ડરવા લાગી છે કારણ કે કેટલાક કાયદાઓનો દુરુપયોગ થવાની સંભાવના રહે છે. તેણે પોતાના પરિવારને ન્યાય મળે તેવી અપીલ પણ કરી છે.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને અકસ્માતનો ગુનો નોંધીને સમગ્ર મા્રગની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસે યુવાને બનાવડેલા વીડિયોને કબજે કરીને તે અંગેના દરેક પાસાઓની ચકાસણી હાથ ધરી છે. આ કરૂણ ઘટનાથી સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને યુવાનના પરિવારજનોનું રોઈ રોઈને बुरा हाल થઈ ગયું છે. વહીવટી અને ન્યાયિક પ્રણાલી સમક્ષ યુવાને કરેલી અપીલ હાલ ભારે ચર્ચાનો વિષય બની છે.
