JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

એઆઈ દુરુપયોગ: હેકરે અદ્યતન એજન્ટ્સની મદદથી સો કરતાં વધુ પ્રતિષ્ઠિત કંપનીઓની વેબસાઇટ્સને બનાવી નિશાન

Oct 19, 2026 | 16:46 | By JAMNAGAR MIRROR
એઆઈ દુરુપયોગ: હેકરે અદ્યતન એજન્ટ્સની મદદથી સો કરતાં વધુ પ્રતિષ્ઠિત કંપનીઓની વેબસાઇટ્સને બનાવી નિશાન

આધુનિક યુગમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવજીવનને સરળ બનાવવા માટે વરદાન સાબિત થઈ રહી છે, પરંતુ તેનો ગેરઉપયોગ સાબર અપરાધીઓ માટે ચિંતાજનક હથિયાર બની રહ્યો છે. તાજેતરમાં જ સાયબર જગતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક કુશળ હેકરે અદ્યતન સ્વચાલિત પ્રોગ્રામ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એજન્ટ્સનો ઉપયોગ કરીને વિશ્વભરની સો કરતાં વધુ નામાંકિત કંપનીઓની સુરક્ષા ભેદી નાખી હતી. આ ગંભીર સાયબર હુમલાએ ડિજિટલ સુરક્ષા પ્રત્યે અનેક સવાલો ખડા કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ સાયબર હુમલાની ઝપેટમાં ખેતીવાડીના સાધનો બનાવતી દિગ્ગજ કંપની ડિયર, જાણીતી ગૃહ ઉપકરણ નિર્માતા શાર્કનિન્જા અને એન્જિન ઉત્પાદક કમિન્સ જેવી અનેક વૈશ્વિક કંપનીઓ આવી ગઈ છે. આ હેકરે કોઇપણ માનવ હસ્તક્ષેપ વગર સંપૂર્ણપણે સ્વચાલિત એઆઈ સાધનોની મદદથી આ સંસ્થાઓની મજબૂત સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપીને ડેટા ચોરી અને સિસ્ટમ હેકિંગને અંજામ આપ્યો છે. આ ઘટના દર્શાવે છે કે સાયબર ગુનેગારો હવે અતિ-આધુનિક તકનીકોનો ઉપયોગ કરીને સુરક્ષા પ્રણાલીઓને ચપટીમાં તોડી રહ્યા છે.

આ ગંભીર સુરક્ષા ચૂક બાદ વિશ્વભરની ટેકનોલોજી કંપનીઓ અને સાયબર સુરક્ષા વિશેષજ્ઞોમાં દોડધામ મચી ગઈ છે. ડિજિટલ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં હેકરો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત વધુ ખતરનાક હુમલાઓ કરી શકે છે, જેનાથી બચવા માટે કંપનીઓએ પોતાની સાયબર સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવવું પડશે. આ ઘટના માત્ર વ્યવસાયિક જગત માટે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે ડેટા સુરક્ષા માટે પણ એક મોટી ચેતવણી સમાન છે.

LATEST ARTICLES