JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

અમદાવાદમાં અંધશ્રદ્ધાની આડમાં આચરિત દુષ્કર્મના પ્રકરણમાં નવો મોડ, ગુનાનો સામનો કરી રહેલા ભુવાએ મંદિરમાં જ જિંદગી ટૂંકાવી

Oct 18, 2026 | 21:27 | By JAMNAGAR MIRROR
અમદાવાદમાં અંધશ્રદ્ધાની આડમાં આચરિત દુષ્કર્મના પ્રકરણમાં નવો મોડ, ગુનાનો સામનો કરી રહેલા ભુવાએ મંદિરમાં જ જિંદગી ટૂંકાવી

અમદાવાદ શહેરમાં અંધશ્રદ્ધાની આડમાં પરિણીતાના શારીરિક શોષણનો ગંભીર મામલો સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુબેરનગર ખાતે રહેતો અને પોતાને ભુવો ગણાવતો દીપક પરમાર લોકોની સમસ્યાઓ ઉકેલવાનો દાવો કરી છેતરપિંડી આચરતો હતો. આ ઢોંગી ભુવાએ એક ગરીબ પરિવારની નબળી આર્થિક સ્થિતિ અને સાસુની ખરાબ તબિયતનો ફાયદો ઉઠાવીને ઘરમાં વિધિ કરાવવાના બહાને પરિણીતાને પોતાની જાળમાં ફસાવી હતી. ગત ત્રીજી ઓક્ટોબરના રોજ આરોપી વિધિના નામે મહિલાના ઘરે પહોંચ્યો હતો અને એકાંતમાં વિધિ કરવાના સ્વરૂૂપમાં પરિણીતાના પતિને ઘર બહાર મોકલી દીધા બાદ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કૃત્ય આચર્યું હતું. આ જઘન્ય કૃત્ય બાદ આરોપીએ પીડિતાને મેલીવિદ્યા કરવાની ધમકી આપી ભયના સાયાયા હેઠળ રાખી હતી.

આ પ્રકરણમાં જ્યારે કાયદાકીય શિખંજો કસાયો અને સરદારનગર પોલીસ સ્ટેશનમાં ભુવા દીપક પરમાર વિરુદ્ધ બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો, ત્યારે સમગ્ર મામલે નવો જ મોડ આવ્યો છે. પોલીસ ધરપકડ અને બદનામીના ડરે આરોપી ભુવાએ પોતે જ્યાં પૂજા-પાઠ કરતો હતો તે જ પવિત્ર મંદિરમાં જઈને પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને અગ્નિદાહ આપી જીવનલીલા સંકેલી લીધી હતી. આકસ્મિક રીતે બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં સનસનાટી ફેલાઈ ગઈ છે અને કાયદો તથા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થયા છે. પૂજાના સ્થળે જ ભુવા દ્વારા કરવામાં આવેલા આ આત્મઘાતી પગલાંથી મામલો વધુ ગંભીર બન્યો છે.

પતિના આકસ્મિક અને દુખદ મૃત્યુ બાદ ભુવા દીપકની પત્નીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં દરવાજા ખખડાવ્યા છે અને બળાત્કારની ફરિયાદ નોંધાવનાર ભોગ બનનાર મહિલાના પરિવાર સહિત કુલ છ શખ્સો સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. પત્ની દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મૃતક ભુવાને ખોટા કેસમાં ફસાવીને તથા છેડતીનો આરોપ મૂકીને આરોપીઓ દ્વારા વીસ લાખ રૂપિયાની તોડબાજી એટલે કે ખંડણી માંગવામાં આવી હતી અને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ અથાક પરેશાની અને દબાણના કારણે જ તેના પતિએ આત્મહત્યા કરવાનું અંતિમ પગલું ભર્યું હોવાનો દાવો પત્નીએ કર્યો છે. પોલીસે આ મામલે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરી દીધી છે.

LATEST ARTICLES