JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

પારડીમાં શિક્ષણ જગત શરમસાર: વિદ્યાર્થિનીને ઉચ્ચ અધિકારી બનાવવાની લાલચ આપી આચાર્યએ આચર્યા કુકર્મ

Oct 10, 2026 | 07:37 | By JAMNAGAR MIRROR
પારડીમાં શિક્ષણ જગત શરમસાર: વિદ્યાર્થિનીને ઉચ્ચ અધિકારી બનાવવાની લાલચ આપી આચાર્યએ આચર્યા કુકર્મ

વલસાડ જિલ્લાના પારડી પંથકમાંથી વાલીઓ માટે લાલબત્તી સમાન અને સમગ્ર શિક્ષણ જગતને હચમચાવી મૂકે તેવી અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. અહીં આવેલી એક ખાનગી શાળાના આચાર્ય દ્વારા પોતાની જ શાળાની સગીર વિદ્યાર્થિનીને પરીક્ષામાં પાસ કરાવવા તેમજ ભવિષ્યમાં આઈએએસ અને આઈપીએસ જેવા ઉચ્ચ હોદ્દા પર પહોંચાડવાની લાલચ આપીને તેની સાથે શારીરિક અડપલાં કરવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. વિદ્યાના પવિત્ર ધામમાં ગુરુ-શિષ્યના સંબંધને કલંકિત કરતી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચકચાર ફેલાઈ ગઈ છે.

ઘટનાની વિગતો મુજબ, પારડીની આ ખાનગી શાળામાં અભ્યાસ કરતી એક સગીરા છેલ્લા કેટલાક સમયથી બપોરે બે વાગ્યે શાળા છૂટ્યા બાદ નિયમિત સમય કરતાં બે કલાક જેટલી મોડી ઘરે પહોંચતી હતી. દીકરી અવારનવાર મોડી આવતી હોવાથી તેના પિતાને શંકા ગઈ હતી. આથી પિતા એક દિવસ અચાનક શાળાએ તપાસ કરવા પહોંચ્યા હતા. શાળામાં તપાસ કરતા પ્રયોગશાળાનો દરવાજો અંદરથી બંધ જણાયો હતો. પિતાએ શંકાના આધારે દરવાજો ખખડાવતાં જ તેમની પુત્રી અત્યંત ગભરાયેલી અને રડતી હાલતમાં બહાર આવી હતી. આ દરમિયાન તેની પાછળથી આચાર્ય પણ બહાર નીકળતા પિતા સ્તબ્ધ થઈ ગયા હતા.

પુત્રીએ પિતા સમક્ષ આચાર્યના કાળા કરતૂતો અને પોતાની આપવીતી વર્ણવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ આઘાતજનક વિગતો જાણીને પિતાએ સાહસ દાખવી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ, ખાનગી શાળાના સંચાલક આચાર્યને બચાવવા અને મામલો રફેદફે કરવા માટે પીડિતાના પરિવાર પર ભારે રાજકીય દબાણ પણ કરવામાં આવી રહ્યું હોવાની ચર્ચા છે. જોકે, જિલ્લા પોલીસ વડાએ સમગ્ર બનાવની ગંભીરતા સમજીને ત્વરિત અને નિષ્પક્ષ તપાસના આદેશ જારી કર્યા છે.

LATEST ARTICLES